1 એપ્રિલથી કાર્ડ પર ચાર્જ રિવાઇઝ કરી રહી છે HDFC બેંક, ડ્યૂ ડેટ પછી પેમેંટ પર લાગશે આટલી પેનલ્ટી
Trending Photos
HDFC બેંકે પોતાના ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને એલર્ટ કર્યા છે. બેંક એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે તે 1 એપ્રિલથી લેટ પેમેંટ ચાર્જને રિવાઇઝ કરી રહી છે. તેણે ગ્રાહકોને આગાહ કર્યા છે કે તે સ્ટેટમેંટમાં આપવામાં આવેલી ડેટને ઇગ્નોર ન કરે. સમયસર પેમેંટ કરી દે.
આ કાર્ડ પર લાગે છે
HDFC બેંક Infinia કાર્ડને બાદ કરતાં પોતાના બધા ક્રેડિટ કાર્ડો પર લેટ પેમેંટ ચાર્જ વસૂલે છે. આ આઉટસ્ટાડિંગ બેલેંસના આધાર પર અલગ-અલગ હોય છે. જોકે બેંક ગ્રાહકને 45 થી 51 દિવસનો ગ્રેસ પીરિયડ આપે છે, જેમાં કાર્ડ દ્વારા ખરીદી કરવા પર તેને આઉટસ્ટેડિંગને તે સમયગાળામાં ભરવું પડશે. આ દરમિયાન બેંકને વ્યાજ અથવા ચાર્જ વસુલતી નથી, પરંતુ સ્ટેટમેંટમાં ડ્યૂ ડેટ પાર થતાં તગડો ચાર્જ લગાવે છે.
1 એપ્રિલ બાદ લાગશે આ ચાર્જ
સ્ટેટમેંટ બેલેન્સ: 501 થી 5000 રૂપિયા વચ્ચે
લેટ પેમેંટ ચાર્જ: 500 રૂપિયા
સ્ટેટમેંટ બેલેન્સ: 5001 થી 10000 રૂપિયા વચ્ચે
લેટ પેમેંટ ચાર્જ: 600 રૂપિયા
સ્ટેટમેંટ બેલેન્સ: 10000 થી 25000 રૂપિયા વચ્ચે
લેટ પેમેંટ ચાર્જ: 800 રૂપિયા
સ્ટેટમેંટ બેલેન્સ: 25000 રૂપિયાથી ઉપર
લેટ પેમેંટ ચાર્જ: 950 રૂપિયા
શું થાય છે ડ્યૂટ ડેટ
કોઇપણ બેંક લેટ પેમેંત ચાર્જ ત્યારે લગાવે છે જ્યારે ગ્રાહક મિનિમમ ડ્યૂ એમાઉન્ટ પે કરતો નથી. મિનિમમ ડ્યૂ એમાઉન્ટ કુલ આઉટસ્ટેડિંગની 5 ટકા રકમ હોય છે. HDFC બેંકના અનુસાર જો ગ્રાહકો પોતાની ક્રેડિટ સ્કોર હાઇ રાખવો છે તો તેને સમયસર ક્રેડિટ કાર્ડ આઉટસ્ટેડિંગ ચૂકવી દેવું જોઇએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે