શૂટિંગ વખતે કરી હદ પાર, આ એક્ટરે ટીનાને કર્યો ગંદો સ્પર્શ અને પછી...

હાલમાં ટીના સિરિયલ ડાયનના લીડ રોલમાં જોવા મળી રહી છે

શૂટિંગ વખતે કરી હદ પાર, આ એક્ટરે ટીનાને કર્યો ગંદો સ્પર્શ અને પછી...

મુંબઈ : સિરિયલ ઉતરનના ઇચ્છાના રોલ મારફતે સારી એવી લોકપ્રિયતા મેળવી ચૂકેલી ટીના દત્તા વિશે ચોંકાવનારા સમાચાર આવ્યા છે. હાલમાં ટીનાએ સુપરનેચરલ સિરિયલ ડાયન મારફતે ટીવીના પડદા પર કમબેક કર્યું છે. ચર્ચા છે કે આ શોમાં ટીનાના સહકલાકાર તરીકે કામ કરી રહેલા મોહિત મલ્હોત્રાએ સેટ પર તેની સાથે ગેરવર્તન કર્યું. રિપોર્ટ પ્રમાણે મોહિત એક ઇન્ટિમેટ સીનના શૂટ દરમિયાન ટીનાને ગંદી રીતે સ્પર્શવાનો પ્રયાસ કર્યો હતો જેના પછી ટીના સેટ પર રોતી જોવા મળી હતી. 

રિપોર્ટ પ્રમાણે આ ઘટનાની મોહિત પર કોઈ અસર નહોતી થઈ. આ ઘટના વિશે સેટ પર હાજર દરેક વ્યક્તિ વાકેફ હતી પણ કોઈએ આ વિશે ખુલીને વાત નહોતી કરી.  મળતી માહિતી હવે ટીના અને રોહિત વચ્ચેનો મામલે ઉકેલાઈ ગયો છે. 

હાલમાં પિંકવિલાને આપેલા નિવેદનમાં ટીનાએ કહ્યું છે કે અમે જ્યારે પણ ટીવી શો માટે શૂટ કરીએ છીએ ત્યારે અનેક નાની, મોટી, સારી અને ખરાબ તમામ પ્રકારની સમસ્યાઓ સામે આવતી હોય છે. મેં મારી સમસ્યા પ્રોડક્શન ટીમને જણાવી હતી અને તેઓએ મેને સારો સપોર્ટ કર્યો છે. હું વર્ષો પછી બાલાજી સાથે ફરી કામ કરીન ખુશ છું. મોહિતે પણ આ મામલામાં પોતાનો બચાવ કરતા જણાવ્યું છે કે ટીના મારી સારી મિત્ર છે અને અમારી વચ્ચે બહુ મૈત્રીપુર્ણ સંબંધ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news