ભારતીય અર્થવ્યવસ્થા માટે મોટા સમાચાર, ગ્લોબલ કન્ઝ્યુમર કોન્ફિડેન્સ સર્વેમાં કર્યું ટોપ
ઓનલાઇન આયોજિત આ સર્વેમાં 64 દેશોના 32 હજાર કન્ઝ્યુમર્સે ભાગ લીધો હતો. ભારતના કન્ઝ્યુમર્સ કોન્ફિડેન્સ ઇન્ડેક્સ (CCI) 133 છે. બીજા સ્થાન પર 131 અંકોની સથે ફિલિપિન્સ અને 127 અંકોની સાથે ઇન્ડોનેશિયા ત્રીજા સ્થાન પર છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય અર્થવ્યવસ્થાને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગ્લોબલ કન્ઝ્યુમર કોન્ફિડેન્સ સર્વેમાં ભારત પહેલા સ્થાન પર છે. આ નેલ્સનના સર્વેમાં જાણવા મળ્યું છે. ઓનલાઇન આયોજિત આ સર્વેમાં 64 દેશોના 32 હજાર કન્ઝ્યુમર્સે ભાગ લીધો હતો. ભારતના કન્ઝ્યુમર્સ કોન્ફિડેન્સ ઇન્ડેક્સ (CCI) 133 છે. બીજા સ્થાન પર 131 અંકોની સથે ફિલિપિન્સ અને 127 અંકોની સાથે ઇન્ડોનેશિયા ત્રીજા સ્થાન પર છે. સર્વેના અનુસાર દક્ષિણ કોરયાના કન્ઝ્યુમર સૌથી વધારે નિરાશાવાદી છે. તેનું કારણ છે કે ત્યાંના લોકો વધતી મોંઘવારી, વેતનમાં ઓછી વૃદ્ધિ, સ્ટોક માર્કેટનું નબળું પ્રદર્શન અને બેરોજગારીની સમસ્યાથી ભયભીત છે. સર્વેના અનુસાર ગ્લોબલ કન્ઝ્યુમર કોન્ફિડેન્સ ઇન્ડેક્સ 107 છે જે ગત 14 વર્ષમાં સૌથી વધારે છે.
શું હોય છે CCI?
નેલ્સનની તરફતી 2005થી દર વર્ષે આ સર્વેનું આયોજન કરવામાં આવે છે. કન્ઝ્યુમર જ અર્થવ્યવસ્થા અને વ્યાપારની આત્મા છે. એવામાં આ જાણવું જરૂરી છે કે કન્ઝ્યુમર્સનું સેન્ટિમેન્ટ કેવું છે. ખર્ચ કરવાને લઇને તેઓ કેટલા વિશ્વાસમાં છે. જો અર્થવ્યવસ્થા પર તેમનો વિશ્વાસ છે તો તેઓ ખર્ચ કરવામાં અટકશે નહીં, પરંતુ વિશ્વાસ ડગમગવા પર કન્ઝ્યૂમર ખર્ચ કરવામાં અટકશે અને તેમનું ફોકસ સેવિંગ પર જતુ રહે છે.
ખર્ચ કરવા માટે જરૂરી છે કે કન્ઝ્યુમરની આવક થાય. તેના માટે જરૂરી છે કે રોજગાર, વેતનમાં વધારો અને બજામાં રોકાણનો પ્રવાહ અખંડ રહે. જો આ પરિસ્થિતિઓ અનુકુળ હશે તો કન્ઝ્યુમર ખર્ચ પણ કરે છે અને તે યોગ્ય અર્થવ્યવસ્થા માટે સકારાત્મક માનવામાં આવે છે. જો કન્ઝ્યુમર કોન્ફિડેન્સ ઇન્ડેક્સમાં વધારો થઇ રહ્યો છે તેનો અર્થ સ્પષ્ટ છે કે અર્થવ્યવસ્થાના સંકેત સકારાત્મક છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નોર્થ અમેરિકા (જેને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા/ USA)ને છોડી વિકસિત અર્થવ્યવસ્થાવાળા દેશોના કન્ઝ્યુમર સામાન્ય રીતે ઓછા આશાવાદી હોય છે. યૂરોપીય દેશોના CCI 90થી પણ ઓછું છે. તેની સરખામણીએ એશિયન દેશોની CCI તેનાથી ઘણી વધારે છે.
જોકે, રિપોર્ટ અનુસાર ચીનના કન્ઝ્યુમર કોન્ફિનેડન્સ ઇન્ડેક્સ તો ઘણી સારી છે, પરંતુ રિટેલ સ્પેન્ડિંગ ડેટા અનુસાર, ત્યાના કન્ઝ્યુમર ઓછો ખર્ચ કરી રહ્યાં છે. તેનું સૌથી મોટું કારણ અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલું વેપાર સમાધાન છે. આ ઉપરાંત ચીનમાં રોજગારના આંકડા ઘણા મજબુત નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે