1000 રૂપિયાને 3 વર્ષમાં બનાવ્યા 87000, 48 પૈસાથી 60 રૂપિયા પહોંચ્યો શેર, અમદાવાદની છે કંપની
Stock Market : ગુજરાત ટૂલરૂમના સ્ટોકે પોતાના ઈન્વેસ્ટરોને ત્રણ વર્ષમાં જોરદાર રિટર્ન આપ્યું છે. ત્રણ વર્ષ પહેલા કંપનીના શેરનો ભાવ 48 પૈસા હતો, જે હવે 60 રૂપિયા પર પહોંચ્યો છે. આ શેરે બધાને બખ્ખાં કરાવી દીધા છે.
Trending Photos
નવી દિલ્હીઃ શેર માર્ટેમાં લોકો એવા સ્ટોક્સ શોધતા રહે છે જે ઓછા સમયમાં સારૂ રિટર્ન આપી શકે. આવા સ્ટોકને મલ્ટીબેગર સ્ટોક કહેવામાં આવે છે. પરંતુ મલ્ટીબેગર સ્ટોક્સ શોધવા એટલા સરળ નથી. હંમેશા આ સ્મોલકેપ અને છુપાયેલા શેર હોય છે. આજે અમે તમને આવા એક શેર વિશે જણાવી રહ્યાં છીએ, જેણે 3 વર્ષમાં પોતાના ઈન્વેસ્ટરોને 5 કે 10 ગણું નહીં 80 ગણાથી વધુ રિટર્ન આપ્યું છે. ગુજરાત ટૂલરૂમના સ્ટોકે છેલ્લા 3 વર્ષમાં 48 પૈસાથી લઈને 60 રૂપિયા સુધીની સફર જોઈ છે. આ શેર રોકાણકારો માટે લાભદાયી સાબિત થયો ચે.
એક રિપોર્ટ પ્રમાણે આ શેર 19 એપ્રિલ 2021ના 48 પૈસાનો મળી રહ્યો હતો. અત્યારે આ શેર 48 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યો છે. તો પાછલા વર્ષે ડિસેમ્બરમાં આ શેર 60 રૂપિયાને પાર પહોંચી ગયો હતો. ત્રણ વર્ષમાં આ સ્ટોકે ઈન્વેસ્ટરોને 8774 રૂપિયાનું રિટર્ન આપ્યું છે. આ શેરનો 52 સપ્તાહનો લો 8.92 રૂપિયા અને 52 સપ્તાહનો હાઈ 62.97 રૂપિયા છે. આમ હાઈ સમયે રોકાણકારોને જબરદસ્ત બખ્ખાં થયા છે.
શું કરે છે કંપની?
કંપનીની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર તે મેડિકલ ડિસ્પોઝેબલ ફાર્મા, ફૂડ અને બ્રેવરેજ પેકેજિંગ, રાઇટિંગ ઈન્સ્ટ્રમેન્ટ, ઓરલ હાઈજીનના આર્ટિકલ્સ માટે હાઈ ક્વોલિટી મલ્ટી કેવિટી મોડલ્સનું નિર્માણ કરે છે. તેનનું દુબઈમાં એક સહાયક યુનિટ પણ છે જેનું નામ જીટીએલ જેમ્મસ ડીએમસીસી છે. આ કંપની પણ મજબૂતીથી નાણાકીય વિસ્તાર કરી રહી છે. કંપનીએ 202 કરોડ રૂપિયાનું ટર્નઓવર અને 27 કરોડ રૂપિયાનો નફો મેળવ્યો છે. આ કંપની કિંમતી ધાતુઓ, હીરા તથા રત્નોના કારોબારમાં મજબૂત પકડ ધરાવે છે.
પ્રોફિટ માર્જિન
જીટીએલ જેમ્સ ડીએમસીસીએ સારૂ પ્રોફિટ માર્જિન પણ દેખાડ્યું છે. જ્યાં આ ઉદ્યોગમાં બીજી કંપનીઓ 4 ટકાનું પ્રોફિટ માર્જિન રાખવા માટે મહેનત કરી રહી છે, જ્યાં જીટીએલ જેમ્સ 13.74 ટકાનું પ્રોફિટ માર્જિન રાખી રહી છે. આ સિવાય જીટીએલની ઝામ્બિયક સહાયક કંપની ખનના ક્ષેત્રમાં પ્રવેશ કરી રહી છે. કંપની ત્યાં સોનાની ખાણનુંઅધિગ્રહણ કરી રહી છે. જીટીએલને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝથી પણ ઓર્ડર મળ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે