GST પર રાજનને જેટલીનો જવાબ, આ એવો સુધારો જે લાંબા સમય સુધી રહેશે યાદ

રઘુરામ રાજને કહ્યું હતું કે નોટબંધી અને જીએસટી આ બે પગલાઓથી ભારતની આર્થિક વૃદ્ધી દરને ઝટકો લાગ્યો છે, જો કે પોતાની વાત કહેતા જેટલીએ રાજનનું નામ નહોતું લીધું

GST પર રાજનને જેટલીનો જવાબ, આ એવો સુધારો જે લાંબા સમય સુધી રહેશે યાદ

મુંબઇ : નાણામંત્રી અરૂણ જેટલીએ માલ અને સેવા કર (GST)ની ટીકા કરનારાઓેને જવાબ આપતા રવિવારે કહ્યું કે, એક મહત્વપુર્ણ સુધારો થયો છે. જેને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે અને તેનો દેશનાં આર્થિક વૃદ્ધી પર અસર પડ.ે. તેની અસર માત્ર બે ત્રિમાસિક સુધી જ અસર રહી. જેટલીએ આ ટીપ્પણી રિઝર્વ બેંકના પુર્વ ગવર્નર રઘુરામ રાજન દ્વારા જીએસટીના કારણે આર્થિક વૃદ્ધીને લાગેલા ઝટકાવાળા નિવેદનનાં એક દિવસ બાદ આવી છે. રઘુરામ રાજને કહ્યું હતું કે, નોટબંધી અને જીએસટી આ બે પગલાના કારણે ભારતની આર્થિક વૃદ્ધી દરને ઝટકો લાગ્યો છે. જો કે પોતાની વાત કહેતા જેટલીએ રઘુરામ રાજનનું નામ લેવાનું ટાળ્યું હતું. 

જેટલીએ અહીં જાહેર ક્ષેત્રના યુનિયન બેંકની 100માં વર્ષ પુર્ણ થવા પ્રસંગે આયોજીત સમારંભને સંબોધિત કરી રહ્યા હતા. તેમનું સંબોધન વીડિયો લિંગ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું હતું. તેમાં તેમણે જણાવ્યું કે, તમને હંમેશાથી જ આવા આલોચકો અને નિંદા કરનારા મળી જશે જે કહેશે કે જીએસટી ભારતની આર્થિક વૃદ્ધી ધીમી પડી ગઇ. નાણામંત્રીએ કહ્યું કે, બે ત્રિમાસિકમાં પ્રભાવિત થયા બાદ આર્થિક વૃદ્ધી દર વધીને 7 ટકા, ત્યાર બાદ 7.7 ટકા અને આખરી ત્રિમાસીકમાં 8.2 ટકા સુધી પહોંચી ગઇ. તેમણે તેનો ખાસ રીતે ઉલ્લેખ કર્યો કે વિકાસ દર 2012છી 2014 વચ્ચે પ્રાપ્ત થયેલ 5થી6 ટકાના વિકાસ કર કરતા ઘણો ઉંચો રહ્યો છે. 

તેમણે કહ્યું કે, જીએસટી ભારતની આઝાદી બાદ અપ્રત્યક્ષ કર ક્ષેત્રનો સૌથી મોટો સુધારો થયો છે. જીએસટી દેશમાં 1 જુલાઇ 2017ના રોજ લાગુ કરવામાં આવ્યો. તેનો આર્થિક વૃદ્ધીની ઝડપ પર અસર કરનારા પ્રભાવ માત્ર બે ત્રિમાસિકગાળા દરમિયાન જ રહ્યો હતો. બેંકિંગ પ્રણાલીને મજબુત બનાવવા અને વૃદ્ધીને વધારવા માટે બૈંકોના ફસાયેલા નાણા (એનપીએ)માં ઘટાડો કરવાની જરૂર છે. તેનાં માટે અનેક પ્રકારના વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news