GST Slabs: 5 ટકાથી વધીને 8 ટકા થશે જીએસટી સ્લેબ! સામે આવ્યું સરકારનું નિવેદન
GST Slabs: તાજેતરમાં સમાચાર મળ્યા હતા કે સરકાર માલ તેમજ સેવા ટેક્સ કાઉન્સિલની આગામી મહિને યોજાનાર બેઠકમાં પાંચ ટકાના ટેક્સ સ્લેબને સમાપ્ત કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક ઉચ્ચ વપરાશ ઉત્પાદનોને 3 ટકા અને બાકીના 8 ટકાના સ્લેબમાં નાખવામાં આવી શકે છે. હવે સરકારે આ મામલે પોતાનું નિવેદન જાહેર કર્યું છે.
Trending Photos
GST Latest Update: જીએસટી કાઉન્સિલની બેઠકમાં 5 ટકાના ટેક્સ સ્લેબને વધારી 8 ટકા કરવાના સમાચાર પર હવે સરકારનું નિવેદન સામે આવ્યું છે. સરકારે આ સમાચારનું સંપૂર્ણ રીતે ખંડન કર્યું છે. ન્યુઝ એજન્સી ANI ના જણાવ્યા અનુસાર, સરકારી સુત્રોએ જણાવ્યું કે આવો કોઈ પ્રસ્તાવ નથી. આ સમાચાર અટકળો છે અને તેમાં કોઈ સત્યતા નથી. તમને જણાવી દઈએ કે આગામી મહિને જીએસટી કાઉન્સિલની બેઠક યોજવાની છે.
જીએસટી સ્લેબ વધારવાની અટકળો!
તાજેતરમાં સમાચાર મળ્યા હતા કે સરકાર માલ તેમજ સેવા ટેક્સ કાઉન્સિલની આગામી મહિને યોજાનાર બેઠકમાં પાંચ ટકાના ટેક્સ સ્લેબને સમાપ્ત કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક ઉચ્ચ વપરાશ ઉત્પાદનોને 3 ટકા અને બાકીના 8 ટકાના સ્લેબમાં નાખવામાં આવી શકે છે. તેમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે મોટા ભાગના રાજ્યોનો મહેસૂલ વધારવા પર એક અભિપ્રાય છે, જેથી તેમને વળતર માટે કેન્દ્ર પર નિર્ભર ન રહેવું પડે.
જીએસટીમાં છે ચાર સ્લેબ
હાલમાં જીએસટીમાં 5, 12, 18 અને 28 ટકાના ચાર ટેક્સ સ્લેબ છે. આ ઉપરાંત સોનું અને સોનાના દાગીના પર ત્રણ ટકાનો ટેક્સ લાગે છે. વધુમાં કેટલાક અનબ્રાન્ડેડ અને પેકિંગ વગરના ઉત્પાદન છે જેના પર જીએસટી લાગતો નથી. સૂત્રોએ કહ્યું કે મહેસૂલ વધારવા માટે કાઉન્સિલ કેટલીક બિન-ખાદ્ય વસ્તુઓને 3 ટકાના સ્લેબમાં લાવી ટેક્સ ફ્રી પ્રાપ્ત વસ્તુઓની યાદીમાં ઘટડો કરવાનો નિર્ણય લઇ શકે છે.
જૂનમાં જીએસટી વળતરની વ્યવસ્થા ખતમ થવા જઈ રહી છે. એવામાં તે જરૂરી છે કે રાજ્ય આત્મનિર્ભર બને અને જીએસટી સંગ્રહમાં આવકના તફાવતને ભરવા માટે કેન્દ્ર પર નિર્ભર ના રહે. કાઉન્સિલે ગત વર્ષ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈની અધ્યક્ષતામાં રાજ્યોના મંત્રીની એક સમિતિ રચી હતી. જે ટેક્સના દરોને તર્કસંગત બનાવીને અને ટેક્સ માળખામાં રહેલી વિસંગતતાઓને દૂર કરીને આવક વધારવાના માર્ગો સૂચવશે. મંત્રીઓનું ગ્રુપ આગામી મહિનાની શરૂઆતમાં તેમની ભલામણો આપી શકે છે. જીએસટી કાઉન્સિલની આગામી બેઠક મે મહિનાના મધ્યમાં થવાની સંભાવના છે. જેમાં મંત્રીઓનું ગ્રુપ ભલામણો કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે