ખેડૂતો માટે સરકાર લાવી શાનદાર યોજના, હવે પાકને થશે નુકસાન તો ખેડૂતોને મળશે આર્થિક સહાય
પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના એટલે કે PMFBY અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજના એટલે કે RWBCIS યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય પૂર્વ-વાવણીથી લઈને કાપણી પછીના નુકસાન સુધીના કુદરતી જોખમો સામે પાક વીમાની મોટી રકમ આપવામાં આવે છે.
Trending Photos
નવી દિલ્હીઃ પાક નુકસાન સહિતની મુશ્કેલીઓમાં ખેડૂતોને મદદરૂપ થવા સરકાર અનેક લાભ આપે છે. જેમાં પાક નુકસાન સામે આર્થિક મદદ પણ કરવામાં આવે છે. જેના માટે ઘણી યોજનાઓ ચાલી રહી છે. આ યોજનાઓમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજના વર્ષ 2016 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનામાં વાવણી પહેલાંથી લઈને પાકની કાપણી સુધીમાં કોઈ પણ કુદરતી આફતથી પાકને નુકસાન થાય તો તેના માટે ખેડૂતોને આર્થિક મદદ કરવાનો હેતુ છે.
ખેડૂત યોજના
આ યોજનાનો કૃષિ ક્ષેત્રે ટકાઉ ઉત્પાદનને મદદરૂપ થવાનો મુખ્ય હેતુ છે. આ યોજનાથી અણધારી આફતથી થતા પાક નુકસાન માટે ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે. ખેડૂતો આર્થિક રીતે સમૃદ્ધ બને અને ખેતી સાથે જોડાયેલા રહે તેના માટે આવક સ્થિર કરવી. સાથે જ ખેડૂતોને નવીન અને આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરવા, કૃષિ ક્ષેત્રમાં ધિરાણ પ્રવાહ સુનિશ્ચિત કરવાનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવે છે.
પ્રધાનમંત્રી પાક વીમા યોજના
ખેડૂતોને ઉત્પાદનના જોખમથી બચાવવા સહિત ખાદ્ય સુરક્ષા અને પાક વૈવિધ્યકરણ માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો મોટો ફાળો છે. કૃષિ ક્ષેત્રની વૃદ્ધિ અને સ્પર્ધાત્મકતામાં વધારો કરવો એ આ યોજનાનો મુખ્ય હેતુ છે. ખરીફ પાકો માટે 2 ટકા, રવિ પાક માટે 1.5 ટકા અને બાગાયતી પાકો માટે 5 ટકાના અત્યંત ઓછા પ્રીમિયમ દરે ખેડૂતો પરના જોખમને ઘટાડવા પ્રધાનમંત્રી પાક વીમા યોજના છે.
પાક વીમા પૉલિસી
આ પોલીસીમાં એક્ચ્યુરિયલ પ્રીમિયમની રકમ કેન્દ્ર અને રાજ્ય સરકાર 50-50 ટકાના રેશિયાના આધારે વહેંચી લે છે. પાક વીમા પોલિસી રાજ્યો માટે સ્વૈચ્છિક છે. જેમાં રાજ્ય સરકારે નક્કી કરેલા વિસ્તારો અને પાકો માટે આનો લાભ મળી શકે છે. સાથે જ આ યોજનાઓ લોન લેનાર ખેડૂતો માટે ફરજિયાત છે અને લોન ન લેનારા ખેડૂતો માટે સ્વૈચ્છિક છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે