પૈસા તૈયાર રાખો, આ સપ્તાહે ઓપન થશે બે દિગ્ગજ કંપનીના IPO, જાણો પ્રાઇઝ બેન્ડ સહિત તમામ વિગત
Upcoming IPO: સ્ટોક માર્કેટમાં તમે પણ રોકાણ કરતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. આ સપ્તાહે બે કંપનીના આઈપીઓ આવી રહ્યાં છે. એક કંપની મેનકાઇન્ડ ફાર્મા છે, જ્યારે બીજી કંપની ડી નીર્સ ટૂલ્સ લિમિટેડ છે.
Trending Photos
નવી દિલ્હીઃ શેર બજારમાં રોકાણકારો માટે સારા સમાચાર છે. શેર બજારમાં આ સપ્તાહે ત્રણ કંપનીઓના આઈપીઓને સબ્સક્રાઇબ કરવાની તક મળશે. આ ત્રણ કંપનીઓ મેનકાઇન્ડ ફાર્મા, ડી નીર્સ ટૂલ્સ અને રેટિના ટૂલ્સ છે. આવો આ ત્રણેય આઈપીઓની વિગતવાર માહિતી મેળવીએ.
1. મેનકાઇન્ડ ફાર્મા (Mankind Pharma Limited IPO)
કોન્ડોમ બનાવતી કંપનીનો આઈપીઓ 25 એપ્રિલ 2023ના ઓપન થઈ રહ્યો છે. આ આઈપીઓ 27 એપ્રિલ સુધી ઓપન રહેશે. કંપનીના આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ 1026 રૂપિયાથી 1080 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. લોટ સાઇઝ 13 શેરની છે. જેના કારણે રિટેલ ઈન્વેસ્ટરોએ ઓછામાં ઓછા 14040 રૂપિયાનું રોકાણ કરવું પડશે. નોંધનીય છે કે એક રિટેલ ઈન્વેસ્ટર વધુમાં વધુ 1,96,560 રૂપિયાનું રોકાણ કરી શકે છે.
કંપનીનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ બંને પર થશે. આ આઈપીઓને સબ્સક્રાઇબ કરનાર લોકોને 3 મેએ શેરનું એલોટમેન્ટ કરવામાં આવશે. તો લિસ્ટિંગ 8 મે 2023ના થશે.
કોના માટે કેટલા શેર રિઝર્વ
ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (QIBs) માટે કુલ ઉપલબ્ધ શેરના 50% પર ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે રિટેલ ઈન્વેસ્ટર્સ (RIIs) માટે તે 35% છે. બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) માટે, સભ્યપદ ક્વોટા 15% છે. છૂટક રોકાણકારો ઓછામાં ઓછા 1 લોટ માટે દાવ લગાવી શકશે. એક લોટમાં કંપનીના 13 શેર હશે. એટલે કે ઓછામાં ઓછા એક રોકાણકારે 14,040 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
આ દિવસે થશે શેરનું લિસ્ટિંગ
શેર ફાળવણીની તારીખ- 3 મે 2023
રિફંડની શરૂઆત- 4 મે 2023
ડીમેટમાં શેરનું ક્રેડિટ- 8 મે 2023
આઈપીઓ લિસ્ટિંગની તારીખ- 9 મે 2023
નોંધનીય છે કે કંપનીએ આ ઈશ્યૂ માટે કોટક ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, એક્સિસ કેપિટલ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ, જેફરીઝ અને જેપી મોર્ગનને બીઆરએલએમ જ્યારે કેફિન ટેક્નોલોજીસને રજીસ્ટ્રાર નિયુક્ત કર્યાં છે.
2. ડી નીર્સ ટૂલ્સ લિમિટેડ (De neers Tools)
આ કંપનીનો આઈપીઓ 28 મેએ ઓપન થશે. રોકાણકારો પાસે 3 મે સુધી આ આઈપીઓમાં રોકાણ કરવાની તક રહેશે. કંપનીના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 95 રૂપિયાથી 101 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. કંપનીએ એક લોટમાં 1200 શેર રાખ્યા છે. જેના કારણે રોકાણકારોએ ઓછામાં ઓછા 121200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. નોંધનીય છે કે કંપનીનું લિસ્ટિંગ 11 મે 2023ના એનએસઈ એસએમઈમાં થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે