ઇન્ક્રીમેન્ટની રાહ જોનારાઓ માટે સૌથી મોટા ખુશખબર, 5 વર્ષમાં પહેલીવાર બનશે આ રેકોર્ડ
દેશની અગ્રણી વૈશ્વિક વ્યવસાયિક સેવા કંપની એઓન દ્વારા 26મા વેતન વૃદ્ધિ સર્વેક્ષણ મુજબ, વિવિધ ક્ષેત્રોના સંગઠનો માને છે કે 2022 માં વેતન વૃદ્ધિ 9.9 ટકા રહેશે. 2021માં તે 9.3 ટકા હતો.
Trending Photos
નવી દિલ્હી: જો તમે પણ નોકરી કરો છો તો કંપની દ્વારા કરવામાં આવતા ઇન્ક્રીમેન્ટનો સમય આવી ગયો છે, અને તમે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હશો. અને હોય પણ કેમ નહીં, વર્ષભરની મહેનત પછી જ્યારે કંપની અપ્રેજલ ફોર્મ ભરાવવાનું શરૂ કરે છે ત્યારે નોકરી કરનારાઓની અપેક્ષાઓ ખૂબ જ વધી જાય છે. છેલ્લા બે વર્ષમાં કોરોના મહામારીના કારણે સેલરીડ ક્લાસમાં ઈંક્રીમેન્ટ જોવે તેવું થયું નથી. પરંતુ હવે તેમના માટે સારા સમાચાર આવ્યા છે.
છેલ્લા 5 વર્ષના હાઈલેવલ પર પહોંચશે આંકડો
આ વખતે કંપનીઓની નાણાકીય સ્થિતિમાં સુધારા અને હકારાત્મક બિઝનેસ સેન્ટિમેન્ટ વચ્ચે આ વર્ષે દેશમાં પગાર વધારો છેલ્લા 5 વર્ષમાં 9.9 ટકાના ઉચ્ચ સ્તરે પહોંચશે. એક સર્વે અનુસાર સકારાત્મક બિઝનેસ સેન્ટિમેન્ટ વચ્ચે કંપનીઓ લડાયક કાર્યબળ બનાવવા માટે નવા યુગની ક્ષમતાઓમાં રોકાણ કરવાની યોજના બનાવી રહી છે.
1,500 કંપનીઓના આંકડાઓનું વિશ્લેષણ
દેશની અગ્રણી વૈશ્વિક વ્યવસાયિક સેવા કંપની એઓન દ્વારા 26મા વેતન વૃદ્ધિ સર્વેક્ષણ મુજબ, વિવિધ ક્ષેત્રોના સંગઠનો માને છે કે 2022 માં વેતન વૃદ્ધિ 9.9 ટકા રહેશે. 2021માં તે 9.3 ટકા હતો. સર્વેમાં 40 થી વધુ ઉદ્યોગોમાં 1,500 કંપનીઓના ડેટાના વિશ્લેષણના આધારે આ વાત કહેવામાં આવી છે.
સર્વેમાં સ્પષ્ટ થયું કે સૌથી વધુ અંદાજિત ઈંક્રીમેન્ટવાળા ઉદ્યોગોમાં ઈ-કોમર્સ અને વેન્ચર કેપિટલ, હાઈટેક/આઈટી અને આઈટીઈએસ સહિત લાઈફ સાઈન્સ સેવાઓનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે