પેન્શનરો માટે સૌથી મોટા ખુશખબર, આ મહત્વપૂર્ણ દસ્તાવેજોને લઈને મળી મોટી રાહત

હવે બેંકો અને પોસ્ટ ઓફિસ દ્વારા એવી સુવિધા છે કે જીવન પ્રમાણપત્ર ઘરે બેઠા પણ જમા કરાવી શકાય છે. EPFO જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની છેલ્લી તારીખ નક્કી કરતું હતું, જેમાં પેન્શનધારકોએ આ પ્રમાણપત્ર સબમિટ કરાવવાનું હોય છે.

પેન્શનરો માટે સૌથી મોટા ખુશખબર, આ મહત્વપૂર્ણ દસ્તાવેજોને લઈને મળી મોટી રાહત

નવી દિલ્હી: પેન્શનર્સ એ તેમની બેંકમાં પેન્શન ચાલુ રાખવા માટે દર વર્ષે જીવન પ્રમાણપત્ર (Jeevan Pramaan Patra) અથવા લાઈફ સર્ટિફિકેટ (Life Certificate) સબમિટ કરાવવું પડે છે. જીવન પ્રમાણપત્ર એ તેમના જીવિત હોવાનો પુરાવો છે, જે દર વર્ષે બેંક, પોસ્ટ ઓફિસ અથવા નાણાકીય સંસ્થામાં જમા કરાવવાનો હોય છે. જેથી પેન્શનરોનું પેન્શન ચાલુ રહી શકે. હવે બેંકો અને પોસ્ટ ઓફિસ દ્વારા એવી સુવિધા છે કે જીવન પ્રમાણપત્ર ઘરે બેઠા પણ જમા કરાવી શકાય છે. EPFO જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની છેલ્લી તારીખ નક્કી કરતું હતું, જેમાં પેન્શનધારકોએ આ પ્રમાણપત્ર સબમિટ કરાવવાનું હોય છે.

ગમે ત્યારે સબમિટ કરાવી શકાય છે જીવન પ્રમાણપત્ર
EPFO એ હવે લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાના નિયમમાં મોટી રાહત આપી છે. નવા નિયમો અનુસાર પેન્શનધારકો હવે તેમની સુવિધા અને સમય અનુસાર ગમે ત્યારે જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકશે. તેના સિવાય તેની વેલિડિટી લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવાની તારીખથી આગામી એક વર્ષ માટે માન્ય રહેશે. ઉદાહરણ તરીકે, ધારો કે તમે તમારું લાઇફ સર્ટિફિકેટ 1 ડિસેમ્બર, 2021 ના ​​રોજ સબમિટ કર્યું છે, તો તેની માન્યતા 30 નવેમ્બર, 2022 સુધી રહેશે.

જીવન પ્રમાણ પોર્ટલ દ્વારા સર્ટિફિકેટ જનરેટ કરી શકાય છે
તમે કેન્દ્ર સરકારના જીવન પ્રમાણ પોર્ટલ દ્વારા ડિજિટલ રીતે લાઈફ સર્ટિફિકેટ જનરેટ કરી શકો છો. જીવન પ્રમાણ વેબસાઇટ https://jeevanpramaan.gov.in/ પર જઈને આધાર આધારિત પ્રમાણીકરણ દ્વારા ડિજિટલ પ્રમાણપત્ર જનરેટ કરી શકાય છે. તમે સરકારી બેંકો અથવા પોસ્ટ ઓફિસની ડોરસ્ટેપ બેંકિંગ સેવા દ્વારા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બુક કરી શકો છો. પોસ્ટમેન કે એજન્ટના ઘરે આવતા પહેલા આધાર નંબર, મોબાઈલ નંબર, પેન્શન નંબર, પેન્શન એકાઉન્ટ જેવી વિગતો તૈયાર રાખવાની રહેશે.

આ રીતે સબમિટ કરી શકાય છે લાઈફ સર્ટિફિકેટ
પેન્શનરો 12 જાહેર ક્ષેત્રની બેંકોની ડોરસ્ટેપ બેંકિંગ સેવાનો ઉપયોગ કરીને ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) હેઠળ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે. આ બેંકોમાં ભારતીય બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા (BoB), બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેંક, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, યુકો બેંક અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયાનો સમાવેશ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news