7th Pay Commission: કર્મચારીઓ માટે સારા સમાચાર! આ 4 ભથ્થામાં થશે વધારો, પગારમાં થશે બમ્પર વધારો
7th Pay Commission Latest News: કર્મચારીઓના 4 અન્ય ભથ્થામાં વધારો કરવા પર સરકાર વિચાર કરી રહી છે. જો આ ભથ્થા પર મોહર લાગી જાય છે તો કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થશે. આવો જાણીએ આ ભથ્થા વિશે...
Trending Photos
7th Pay Commission Latest News: જો તમે પણ કેન્દ્રીય કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર કામના છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ 3 ટકા ડીએ વધારવાની મંજૂરી આપી છે. ત્યારબાદ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થું વધીને 34 ટકા થઈ ગયું છે. જો કે, હવે કર્મચારીઓનો પગાર વધવાનો છે. કર્મચારીઓના 4 અન્ય ભથ્થામાં વધારો કરવા પર સરકાર વિચાર કરી રહી છે. જો આ ભથ્થા પર મોહર લાગી જાય છે તો કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થશે. આવો જાણીએ આ ભથ્થા વિશે...
કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યુઝ!
કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારા બાદ હવે અન્ય ભથ્થામાં પણ વધારો થવાનો છે. આગામી મહિને કર્મચારીઓનો પગાર વધારા સાથે આવશે. સાથે જ કર્મચારીઓને 3 મહિનાનું એરિયસ પણ મળશે.
ટીએ અને સીએમાં વધારો
મોંઘવારી ભથ્થું વધ્યા બાદ હવે કર્મચારીઓના ટ્રાવેલ એલાઉન્સ અને સિટી એલાઉન્સમાં પણ વધારો થશે. ડીએ વધારા બાદ ટીએ અને સીએમાં વધારાનો રસ્તો સાફ થઈ ગયો છે.
વધશે ગ્રેચ્યુઈટી
આ ઉપરાંત પ્રોવિડેન્ટ ફન્ડ અને ગ્રેચ્યુઇટીમાં પણ વધારો થશે. કેન્દ્રીય કર્મચારીઓના મંથલી પીએફ અને ગ્રેચ્યુઇટીની ગણતરી બેઝિક વેતન અને ડીએથી થયા છે. એવામાં મોંઘવારી ભથ્થું વધવાથી પીએફ અને ગ્રેચ્યુઇટી પણ વધવાનું નક્કી છે.
કર્મચારીઓને થશે ડબલ ફાયદો
ડીએ વધવાથી કેન્દ્રીય કર્મચારીઓના હાઉસ રેન્ટ અલાઉન્સ અને ટ્રાવેલ અલાઉન્સમાં વધારો નક્કી છે. કર્મચારીઓને એક સાથે ચાર ભથ્થામાં વધારાનો ફાયદો મળી શકે છે. સરકારી કર્મચારીનો ડીએ માત્ર 9 મહિનામાં વઘીને ડબલ થઈ ગયો છે. હવે કર્મચારીની સાથે પેન્શનર્સને 34 ટકાના હિસાબથી ડીએ અને ડીઆર મળશે.
સરકાર પર વધશે ભાર
સરકારની આ જાહેરાત બાદ 50 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને ફાયદો મળશે. બીજી તરફ તેનાથી સરકાર પર 9455.50 કરોડનો વાર્ષિક ભાર વધશે. આ ઉપરાંત કેન્દ્રીય કર્મચારી સંગઠન સરકાર પર 18 મહીનાની બાકી રકમ માટે પણ દબાણ બનાવી રહ્યું છે. કર્મચારીઓનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે પગાર અને ભથ્થું એ કર્મચારીનો અધિકાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે