RIL Share Price: 4,495 રૂપિયા પર જશે રિલાયન્સનો શેર... 54% ની આવશે તેજી? બ્રોકરેજે કહ્યું- ખરીદી લો

છેલ્લા એક મહિનામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર સપાટ રહ્યાં છે, જ્યારે વર્ષ 2024માં અત્યાર સુધી શેરમાં આશરે 15 ટકાની તેજી આવી છે. છેલ્લા એક વર્ષમાં આ શેર 32 ટકા ઉપર ગયો છે. 

RIL Share Price: 4,495 રૂપિયા પર જશે રિલાયન્સનો શેર... 54% ની આવશે તેજી? બ્રોકરેજે કહ્યું- ખરીદી લો

નવી દિલ્હીઃ મુકેશ અંબાણી (Mukesh Ambani)ની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને લઈને એક મોટુ અપડેટ આપ્યું છે. ગોલ્ડમેન સૈક્સનું કહેવું છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર (Reliance Industries Share) માં 54 ટકાનો વધારો થવાની આશા છે. વિદેશી બ્રોકરેજ ફર્મ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની કંપનીઓનું જોખમ, બિઝનેસ ટેલવિંડ, વેલ્યૂ અનલોકિંગ, સારૂ કેપેક્સ એલોકેશનને લઈને ઉત્સાહિત છે.

ગોલ્ડમેન સૈક્સે કહ્યું કે રિલાયન્સે છેલ્લા 10 વર્ષમાં કેપિટલ એક્સપેન્ડિચરમાં 125 અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે, જેમાં હાઇડ્રોકાર્બન અને દૂરસંચારમાં લાંબા ગાળા માટે ખર્ચ કર્યાં છે. તેમાં કહેવામાં આવ્યું કે હાઇડ્રોકાર્બન અને ટેલીકોમ 4જી માટે કેપિટલ એક્સપેન્ડિચર ચક્ર નાણાકીય વર્ષ 2017-2019 દરમિયાન પૂરુ થયું. હવે 5જીને લઈને ખર્ચ કરવામાં આવી રહ્યો છે. 

સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે રિલાયન્સના શેર
ગોલ્ડમેનનું કહેવું છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આગામી 3 વર્ષમાં જે કારોબારમાં વધુ રોકાણ કરી રહી છે તેમાં ઓછો મૂડી ખર્ચ, ઊંચું વળતર અને ટૂંકા કાર્યકાળ છે. આ કારણે રિલાયન્સના શેર બે પાસા- રિટર્નમાં વધારો અને નવા વ્યાવસાયમાં ભાગીદારી વેચાણના માધ્યમથી વેલ્યૂએશનની શોધ હેઠળ ભારતીય શેર બજારમાં સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે. 

નાણાકીય વર્ષ 2026 સુધી 54 ટકા રિટર્ન
બ્રોકરેજે કહ્યું કે આગામી બે વર્ષમાં રિલાયન્સના શેર સારૂ રિટર્ન આપી શકે છે, કારણ કે રિલાયન્સના કારોબારમાં કેપિટલ એક્સપેન્ડિચરમાં મોટો ઘટાડો થવાની આશા છે. ખર્ચમાં ઘટાડો તેલથી રાસાયણિક બિઝનેસમાં આવશે. તો છેલ્લા એક મહિના દરમિયાન રિલાયન્સના શેર સપાટ રહ્યાં છે, જ્યારે વર્ષ 2024માં અત્યાર સુધી શેરમાં 15 ટકા જેટલી તેજી આવી છે. છેલ્લા એક વર્ષમાં આ સ્ટોક 32 ટકા ઉપર ગયો છે.

વિદેશી બ્રોકરેજે કહ્યું કે અમે રિલાયન્સના રિટેલ બિઝનેસમાં મોટો ગ્રોથ જોઈ રહ્યાં છીએ. આ સિવાય રિફાઈનિંગ અને પેટ્રોકેમ બિઝનેસમાં પણ સારો ગ્રોથ થવાની આશા છે. ગોલ્ડમેને કહ્યું કે રિલાયન્સના શેર માટે ટાર્ગેટ 4495 રૂપિયા છે, જે 54 ટકા તેજીનો સંકેત આપે છે. 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં શાનદાર તેજી
બુધવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં શાનદાર તેજી જોવા મળી હતી. કંપનીનો શેર 3.49 ટકાની તેજી સાથે 2983.75 રૂપિયા પર બંધ થયો હતો. કંપનીએ આ દિવસોમાં 20 લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કેપ ફરીથી હાસિલ કર્યું છે. તો પાછલા કારોબારી સત્રમાં મંગળવારે કંપનીનો શેર 2884.15 રૂપિયા પર બંધ થયો હતો.

(ડિસ્ક્લેમરઃ શેરમાં રોકાણની સલાહ બ્રોકરેજ ફર્મે આપી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. શેર બજાર જોખમો અધીન છે, રોકાણ કરતા પહેલા કોઈ એક્સપર્ટની સલાહ જરૂર લો)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news