નવા રેકોર્ડ સ્તર પર પહોંચ્યું સોનું, 2 દિવસમાં ચાંદીની કિંમતમાં 3 હજારનો ઉછાળો

સોનાની કિંમત શુક્રવારના રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. જાણકારોના અનુસાર ચાંદીના ભાવ પણ બે દિવસમાં 3000 રૂપિયાથી વધશે. કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનના કારણે સોના-ચાંદીના ભાવમાં ઉછાળ જોવા મળી રહ્યો છે. આ બંને વસ્તુઓ રોકાણકારોની પ્રથમ પસંદગી છે.
નવા રેકોર્ડ સ્તર પર પહોંચ્યું સોનું, 2 દિવસમાં ચાંદીની કિંમતમાં 3 હજારનો ઉછાળો

નવી દિલ્હી: સોનાની કિંમત શુક્રવારના રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. જાણકારોના અનુસાર ચાંદીના ભાવ પણ બે દિવસમાં 3000 રૂપિયાથી વધશે. કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનના કારણે સોના-ચાંદીના ભાવમાં ઉછાળ જોવા મળી રહ્યો છે. આ બંને વસ્તુઓ રોકાણકારોની પ્રથમ પસંદગી છે.

શુક્રવાર આટલી રહી કિંમત
શુક્રવારના મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange) પર સોનાની કિંમત 47342 રૂપિયા થઈ ગઈ. જો કે, MCX ખુલવાની સાથે તેમાં ઘટાડો નોંધાયો હતો. ત્યારબાદ બજારમાં સુધારો આવ્યો અને ઈન્ટ્રાડેમાં જોવા મળી તેમાં 700 રૂપિયાથી વધારાની તેજી જોવા મળી હતી. સાનાના ભાવ (જૂન ડિલીવરી)199 રૂપિયા ઘટી 45962 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવ્યો હતો.

ત્યારે ચાંદી જૂલાઈ વાયદાના ભાવમાં 157 રૂપિયાની તેજી જોવા મળી હતી.ચાંદી અત્યારે 42,280 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહ્યું છે. બીજી તરફ MCX પર ચાંદી (Silver Price Today) 46200 રૂપિયાના પાર નીકળી ગઈ છે. તેમાં 2 હજાર રૂપિયાથી વધારે ઉછાળો જોવા મળ્યો. છેલ્લા બે દિવસમાં ચાંદી 3000 રૂપિયાથી વધારે મોંઘી થઈ છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં 1700 ડોલરને પાર
ત્યારે આ સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 1700 ડોલરને પાર કરી ગઈ છે. એન્જેલ બ્રોકિંગના ડેપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ- કોમડિટી એન્ડ કરેન્સી અનુજ ગુપ્તાએ કહ્યું કે, ન્યૂયોર્કમાં સોનાની કિંમત આવનારા દિવસોમાં 1710થી 1715 ડોલર સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત ચાંદીની કિંમતોમાં પણ ઉછાળ જોવા મળશે. અને તે 44500 રૂપિયા પ્રતિ કિલોનું સ્તર અડી શકે છે. સોનાની કિંમત હાલ એક મહિનામાં 47 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર જઈ શકે છે. હાલમાં અમે તે ખરીદવાની સલાહ આપી રહ્યાં છીએ, કેમ કે કિંમતોમાં હજુ વધવાની સંભાવના છે.

રૂપિયામાં આવી શકે છે મજબૂતી
ગુપ્તાનું માનીએ તો આવનારા દિવસોમાં ડોલરની સરખામણીએ રૂપિયામાં મજબૂતી જોવા મળી શકે છે. આજે શરૂઆતમાં રૂપિયો 75.55ના સ્તર પર વ્યાપાર કરી રહ્યો છે. હાલ રૂપિયામાં મજબૂતીના સંકેત દેખાઈ રહ્યાં છે અને તે 75થી લઇને 74.80ના સ્તર પર આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news