Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો ઘટાડો, જાણો આજે શું છે 10 ગ્રામ ગોલ્ડની કિંમત
Gold Silver Price Today: સોના અને ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે પાછલા કારોબારી દિવસની તુલનામાં આજે એટલે કે 17 એપ્રિલ 2023ના સોના અને ચાંદીના ભાવ ઘટ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ Gold-Silver Rates Update: ભારતીય સોની બજારમાં આજે 17 એપ્રિલ 2023ના સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. સોનાની કિંમત 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર છે. તો ચાંદીનો ભાવ 75 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. રાષ્ટ્રીય સ્તર પર 999 શુદ્ધતાવાળા 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 60709 રૂપિયા પર આવી ગઈ છે. આ રીતે શુદ્ધતાના આધાર પર સોનું અને ચાંદી સસ્તા થયા છે.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) પ્રમાણે ગુરૂવારની સાંજે 24 કેરેટનું શુદ્ધ સોનું 60880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું જે આજે સવારે 60709 રૂપિયા પર આવી ગયું છે. આ રીતે શુદ્ધતાના આધાર પર સોના અને ચાંદી સસ્તા થયા છે.
આજે શું છે સોના ચાંદીની કિંમત
સત્તાવાર વેબસાઇટ ibjarates.com પ્રમાણે આજે સવારે 995 પ્યોરિટીવાળા દસ ગ્રામ સોનાના ભાવ ઘટીને 60466 રૂપિયા પર પહોંચી ગયા છે. તો 916 શુદ્ધતાવાળું સોનું આજે 55609 રૂપિયા પર આવી ગયું છે. આ સિવાય 750 પ્યોરિટીવાળા સોનાનો ભાવ 45532 પર પહોંચી ગયો છે. તો 585 પ્યોરિટીવાળા ગોલ્ડનો ભાવ આજે ઘટીને 35515 રૂપિયા છે. આ સિવાય 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો ભાવ આજે 75570 રૂપિયા છે.
મિસ્ડ કોલથી જાણો સોના-ચાંદીના ભાવ
ibja તરફથી કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ સિવાય અને શનિવાર તથા રવિવારે ભાવ જાહેર કરવામાં આવતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીની છુટક કિંમત જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયમાં તમને ભાવ મળી જશે. આ સિવાય તમે વેબસાઇટ પરથી પણ લેટેસ્ટ ભાવ જાણી શકો છો.
નોંધનીય છે કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી જારી કિંમતોમાં અલગ-અલગ પ્યોરિટીના સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ બધા ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. ibja દ્વારા જારી કરવામાં આવેલા રેટ દેશભરમાં સર્વસામાન્ય છે, પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ નથી. નોંધનીય છે કે ઘરેણા ખરીદતા સમયે સોના કે ચાંદીના ભાવમાં ટેક્સ સામેલ થતાં તેમાં વધારો થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે