Gold Rate Today: સોનું ખરીદવાની સુવર્ણ તક! જુઓ ભાવ ગગડીને કેટલા થઈ ગયા...ચાંદીમાં મામૂલી તેજી

Gold Rate 28 June 2023: ભારતમાં રિટેલમાં સોનાના ભાવમાં આજે કડાકો જોવા મળ્યો છે. આજે બજાર ખુલતાની સાથે જ ગઈ કાલે જે મંદી જોવા મળી તે હાલ આજે પણ છે.

Gold Rate Today: સોનું ખરીદવાની સુવર્ણ તક! જુઓ ભાવ ગગડીને કેટલા થઈ ગયા...ચાંદીમાં મામૂલી તેજી

ભારતમાં રિટેલમાં સોનાના ભાવમાં આજે કડાકો જોવા મળ્યો છે. આજે બજાર ખુલતાની સાથે જ ગઈ કાલે જે મંદી જોવા મળી તે હાલ આજે પણ છે. અત્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 58298 રૂપિયા જેટલો છે. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં જો કે તેજી જોવા મળી છે. અને હાલ ભાવ 69595 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહ્યો છે. 

લેટેસ્ટ રેટ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું ગઈ કાલે મંગળવારે સાંજે કડાકા સાથે 58442 રૂપિયાના સ્તરે બંધ થયું હતું જે આજે 144 રૂપિયાના કડાકા સાથે 58298 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. જ્યારે 995 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 143 રૂપિયાના ઘટાડા સાથે 58065 રૂપિયાના સ્તરે છે. 916 પ્યોરિટીવાળું સોનું 132 રૂપિયા ઘટીને 53401 રૂપિયાની સપાટીએ પહોંચ્યું છે. બીજી બાજુ ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદીમાં મામૂલી 72 રૂપિયાની તેજી જોવા મળી છે અને હાલ ચાંદી પ્રતિ કિલો 69595 રૂપિયાના સ્તરે છે. 

No description available.

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news