Gold Rate Today: નવરાત્રી-દિવાળી પહેલા સોનાના ભાવમાં ધરખમ ઘટાડો, ભાવ જાણીને તરત લેવા દોડશો...ચાંદી પણ જબરદસ્ત ગગડી

Gold Price Today: દિવાળી આવે તે પહેલા જ સોનાના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. શરાફા બજારમાં સોનાના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. જો તમારે પણ સોનું ખરીદવાનું પ્લાનિંગ હોય તો ફટાફટ રેટ ચેક કરો. 

Gold Rate Today: નવરાત્રી-દિવાળી પહેલા સોનાના ભાવમાં ધરખમ ઘટાડો, ભાવ જાણીને તરત લેવા દોડશો...ચાંદી પણ જબરદસ્ત ગગડી

દિવાળી આવે તે પહેલા જ સોનાના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. શરાફા બજારમાં સોનાના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. જો કે કોમોડિટી બજારમાં ચમક જાણે પાછી ફરી રહી છે. કોમોડિટી બજારમાં એકવાર ફરીથી તેજી જોવા મળી રહી છે. સોના અને ચાંદીમાં આજે તેજી સાથે ઓપનિંગ જોવા મળ્યું અને મેટલ્સના ભાવ ચડી ગયા. જો તમે લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ. 

શરાફા બજારમાં ભાવ (રિટેલ ભાવ)
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 739 રૂપિયા ગગડીને 71,192 રૂપિયા પર પહોંચી ગયું છે. શુક્રવારે તે 71,931 રૂપિયા પર ક્લોઝ થયું હતું.  જ્યારે 916 પ્યોરિટીવાળા 10 ગ્રામ ગોલ્ડની વાત  કરીએ તો તેમાં આજે 677 રૂપિયા ઘટ્યા છે અને ભાવ 65,212 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે. જે શુક્રવારે 65,889 રૂપિયા પર ક્લોઝ થયો હતો. ચાંદીમાં તો જબરદસ્ત કડાકો જોવા મળ્યો છે. આજે શુદ્ધ ચાંદીમાં 2,452 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને  ભાવ 83,338 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો છે. ચાંદી શુક્રવારે 83338 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 

વાયદા બજારમાં ભાવ
જો કે ભારતીય વાયદા બજાર (MCX)ની વાત કરીએ તો આજે સવારે 10.30 વાગ્યાની આસપાસ સોનાનો ભાવ 80 રૂપિયા ચડીને 71,506 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો. શુક્રવારે સોનું 71,426 પર ક્લોઝ થયું હતું. આ દરમિયાન ચાંદી 268 રૂપિયાની તેજીને લઈને 83,025 પર જોવા મળી. જો કે તે શુક્રવારે 82,757 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 

ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news