Gold Rate Today: ગજબ થઈ ગયો! સોનું પાછું ઊંધા માથે પછડાયું, ભારે ઉથલપાથલ વચ્ચે ફટાફટ ચેક કરો રેટ

Latest Gold Rate: સોનામાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. વાયદા બજારમાં તેજી તો શરાફા બજારમાં ભાવમાં કડાકો જોવા મળ્યો છે. જો કે ચાંદી ચમકી છે. નજીકના ભવિષ્યમાં લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ ભાવ ખાસ ચેક કરો. 

Gold Rate Today: ગજબ થઈ ગયો! સોનું પાછું ઊંધા માથે પછડાયું, ભારે ઉથલપાથલ વચ્ચે ફટાફટ ચેક કરો રેટ

Gold Rate Today: સોના અને ચાંદીમાં છેલ્લા કેટલાક દિવસથી વળી પાછી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. વાયદા બજાર અને શરાફા બજારમાં પણ સોનું ઉતાર ચડાવમાં જોવા મળી રહ્યુ છે. આજે કોમોડિટી બજાર સવારે એક કલાક મોડું ખુલ્યું. સવારે સવારે બજાર ખુલતા જ સોના અને ચાંદીમાં તેજી જોવા મળી. જ્યારે શરાફા બજારમાં સોનું કડાકા સાથે અને ચાંદી વધારા સાથે જોવા મળ્યા. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ ચેક કરો. 

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું આજે 292 રૂપિયા તૂટીને 72,454 રૂપિયાના સ્તર પર જોવા મળ્યું છે. કાલે 72,746 રૂપિયા પર સોનું ક્લોઝ થયું હતું. જ્યારે ઓપનિંગ રેટ 72910 રૂપિયા હતો. એ રીતે જોઈએ તો છેલ્લા 24 કલાકમાં સોનામાં 456 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે. એ જ રીતે 916 પ્યોરિટીવાળા 10 ગ્રામ ગોલ્ડમાં 267 રૂપિયા તૂટીને 66,368 રૂપિયા ભાવ જોવા મળ્યો છે. 

જો કે સોનું ભલે ગગડ્યું હોય પરંતુ ચાંદીની ચમક ઓછી થઈ નથી. આજે ઓપનિંગ રેટમાં ચાંદી 159 રૂપિયા ચડીને 91,892 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી છે. ગઈ કાલે ચાંદી 91,733 રૂપિયાના સ્તરે ક્લોઝ થઈ હતી. 

વાયદા બજારમાં ભાવ
MCX પર સોનું આજે 216 રૂપિયા ચડીને 72,549 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું. સોમવારે તે 72,333 રૂપિયાના સ્તરે ક્લોઝ  થયું હતું. જ્યારે ચાંદી 746 રૂપિયાની તેજી સાથે 93,360 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું જે કાલે 92,614 રૂપિયા પર બંધ થયું હતું. 

આંતરરાષ્ટ્રીય બજારમાં કડાકો
જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં 1 ટકાથી વધુ કડાકો જોવા મળ્યો હતો. વાત જાણે એમ છે કે સપ્ટેમ્બરમાં રેટ કટની શક્યતા મજબૂત થતી જોવા મળી ત્યારબાદ સોનાના ભાવ વધ્યા હતા પરંતુ પછી ઈક્વિટી માર્કેટમાં જોખમમાં રૈલી અને નફાવસૂલી બાદ બુલિયન્સમાં કડાકો જોવા મળ્યો હતો. સ્પોટ ગોલ્ડ 105 ટકા ઘટીને 2,354 ડોલર પ્રતિ ઔંસ જોવા મળ્યું જ્યારે યુએસ ગોલ્ડ ફ્યુચર 1.5 ટકાના ઘટાડા સાથે 2,360 ડોલર પ્રતિ ઔંસ પર હતું. 

ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news