Gold Rate Today: આજે પણ સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો, લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ

ગઈ કાલે જ્યારે બજાર ખુલ્યું ત્યારે સોનાનો ભાવ 62809 રૂપિયા હતો જ્યારે આજે બજાર ખુલ્યું ત્યારે ભાવ 62655 રૂપિયા છે. એટલે કે ગઈ કાલથી લઈને આજે બજાર ખુલ્યું ત્યાર સુધીમાં 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં 154 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. 

Gold Rate Today: આજે પણ સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો, લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ

કિંમતી ધાતુ સોનામાં આજે પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું આ વર્ષે અત્યાર  સુધીમાં 591 રૂપિયા અને ચાંદી 1616 રૂપિયા સુધી સસ્તા થઈ ચૂક્યા છે. ગઈ કાલે જ્યારે બજાર ખુલ્યું ત્યારે સોનાનો ભાવ 62809 રૂપિયા હતો જ્યારે આજે બજાર ખુલ્યું ત્યારે ભાવ 62655 રૂપિયા છે. એટલે કે ગઈ કાલથી લઈને આજે બજાર ખુલ્યું ત્યાર સુધીમાં 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં 154 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. 

આજના સોના અને ચાંદીના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું ગઈ કાલે બજાર બંધ થયું ત્યારે 62774 રૂપિયાના સ્તરે હતું જે આજે 119 રૂપિયા ઘટીને 62655 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 109 રૂપિયા તૂટીને 57392 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદીમાં મામૂલી તેજી છે. 14 રૂપિયા વધીને હાલ ચાંદી 71793 રૂપિયાના સ્તરે જોવા મળી રહી છે. 

No description available.

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news