Gold Rate Today: હાય લા! સોનું પાછું ગગડી ગયું, ભારે ઉથલપાથલ વચ્ચે જાણો આજનો લેટેસ્ટ રેટ

Gold-Silver Price Today: લગ્નગાળો છે અને સોનું-ચાંદી લેવા ઈચ્છતા લોકો માટે આ સારા સમાચાર કહી શકાય. જાણો આજે શું છે લેટેસ્ટ રેટ....

Gold Rate Today: હાય લા! સોનું પાછું ગગડી ગયું, ભારે ઉથલપાથલ વચ્ચે જાણો આજનો લેટેસ્ટ રેટ

Gold Rate Today: સોનામાં જોવા મળેલી તેજી આજે અચાનક નરમાઈમાં ફેરવાઈ ગઈ છે. કિંમતી ધાતુ સોનામાં આજે શરાફા બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદી પણ પછડાઈ છે. લગ્નગાળો છે અને સોનું-ચાંદી લેવા ઈચ્છતા લોકો માટે આ સારા સમાચાર કહી શકાય. જાણો આજે શું છે લેટેસ્ટ રેટ....

આજનો સોનાનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 258 રૂપિયા ઘટીને 63344ના સ્તરે પહોંચી ગયો છે. જ્યારે 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 236 રૂપિયા તૂટીને 58023 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી પ્રતિ કિલો 870 રૂપિયા તૂટીને 73263 રૂપિયાના સ્તરે જોવા મળી રહી છે. 

No description available.

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

વર્ષ 2024માં 70,000 રૂપિયા સુધી પહોંચી શકે છે ભાવ
ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (GJC)એ કહ્યું છે કે હાલની વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ અને ગ્લોબલ રાજનીતિક તણાવને પગલે આ વર્ષે સોનાનો  ભાવ 70,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ ઉંચાઈના સ્તરને સ્પર્શી શકે છે. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news