Gold Rate Today: સોનાના ભાવ ફરી ડરાવવા લાગ્યા, ભાવ ઉછળીને કેટલે પહોંચ્યા? જાણો એક તોલાનો આજનો ભાવ

Gold-Silver Price: અખાત્રીજ બાદ સોનામાં નરમાઈ આવી હતી પરંતુ હવે ભાવ પાછા વધવા માંડ્યા છે. જેને જોતા લોકો ચિંતાતુર થયા છે કે આખરે આ ભાવમાં વધારો ક્યાં જઈને અટકશે. ચાંદી પણ આજે તેજીમાં જોવા મળી છે.

Gold Rate Today: સોનાના ભાવ ફરી ડરાવવા લાગ્યા, ભાવ ઉછળીને કેટલે પહોંચ્યા? જાણો એક તોલાનો આજનો ભાવ

Gold-Silver Price: ભારતીય શરાફા બજારમાં આજે 15મી મે 2024ના રોજ સવારે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. અખાત્રીજ બાદ સોનામાં નરમાઈ આવી હતી પરંતુ હવે ભાવ પાછા વધવા માંડ્યા છે. જેને જોતા લોકો ચિંતાતુર થયા છે કે આખરે આ ભાવમાં વધારો ક્યાં જઈને અટકશે. ચાંદી પણ આજે તેજીમાં જોવા મળી છે. જો તમારે સોનાની લગડી કે દાગીના લેવાના હોય તો ખાસ ચેક કરો આજના સોનાના લેટેસ્ટ રેટ....

આજનો સોનાનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું આજે 390 રૂપિયાની તેજી સાથે 72725 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. જ્યારે 22 કેરેટ એટલે કે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ આજે 357 રૂપિયાના વધારા સાથે 66616 રૂપિયા પર પહોંચ્યું. 

બીજી બાજુ ચાંદીમાં પણ તેજી યથાવત છે. ગઈ કાલે ચાંદી 84080 રૂપિયાના સ્તરે બંધ થઈ હતી જે  આજે 126 રૂપિયાના વધારા સાથે 84206 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહી છે.  

No description available.

ખાસ નોંધ: ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news