Gold Rate Today: OMG! આજે ફરી ગગડી ગયું સોનું, ખરીદવાનું વિચારતા હોવ તો જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

Gold Price Today: કિંમતી ધાતુ સોનાના ભાવમાં ગઈ કાલે મોટો કડાકો જોવા મળ્યો હતો. જે સિલસિલો આજે પણ યથાવત છે. આજે પણ સોના ચાંદીના  ભાવમાં કડાકો જોવા મળ્યો છે.

Gold Rate Today: OMG! આજે ફરી ગગડી ગયું સોનું, ખરીદવાનું વિચારતા હોવ તો જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

કિંમતી ધાતુ સોનાના ભાવમાં ગઈ કાલે મોટો કડાકો જોવા મળ્યો હતો. જે સિલસિલો આજે પણ યથાવત છે. આજે પણ સોના ચાંદીના  ભાવમાં કડાકો જોવા મળ્યો છે. સોના અને ચાંદીના શરાફા બજારના લેટેસ્ટ રેટ માટે વાંચો અહેવાલ....

આજનો સોનાનો  ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું ગઈ કાલે બજાર બંધ થયું ત્યારે 59264 રૂપિયાના સ્તરે હતું જે હાલ 244 રૂપિયા ઘટીને 59020 રૂપિયાના સ્તરે છે જોવા મળી રહ્યું છે. 995 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 243 રૂપિયા ઘટીને 58784 રૂપિયાના સ્તરે છે. 916 પ્યોરિટીવાળું સોનું 224 રૂપિયા તૂટીને હાલ 54062 રૂપિયાના સ્તરે છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી 684 રૂપિયા તૂટીને પ્રતિ કિલો 71421 રૂપિયાના સ્તરે જોવા મળી રહી છે. 

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

No description available.

આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news