POCSO કેસમાં બ્રિજભૂષણને ક્લીન ચીટ, મહિલા કુસ્તીબાજો સાથે જાતીય સતામણીના કેસમાં ચાર્જશીટ
કુસ્તીબાજો સાથે કથિત જાતીય સતામણીના કેસમાં ઘેરાયેલા WFI પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહને POCSO કેસમાં કોર્ટમાંથી ક્લીનચીટ મળી છે. જોકે, પુખ્ત કુસ્તીબાજોની ફરિયાદના મામલામાં તેમની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ અને મહિલા કુસ્તીબાજો સાથેના જાતીય શોષણના આરોપોથી ઘેરાયેલા બીજેપી નેતા બ્રિજભૂષણ શરણ સિંહને ગુરુવારે એક સગીર સાથે યૌન શોષણના કેસમાં એટલે કે POCSO કેસમાં ક્લીનચીટ મળી ગઈ છે. દિલ્હી પોલીસને આ કેસમાં પુરાવા મળ્યા ન હતા, જેનો પોલીસે કેસ રદ કરવા માટે કોર્ટને રિપોર્ટ આપ્યો છે. આ કેસ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં હતો. વકીલે કહ્યું કે કોર્ટમાં અંતિમ રિપોર્ટ દાખલ કરી દેવામાં આવ્યો છે. POCSO કેસની સુનાવણી હવે 4 જુલાઈએ થશે.
Wrestlers' case | Cancellation report has been filed in the minor's case in Delhi Patiala House Court; the next date of hearing is 4th of July
A Cancellation Report is filed in cases when no corroborative evidence is found
— ANI (@ANI) June 15, 2023
આ સિવાય 6 અન્ય મહિલા કુસ્તીબાજોએ પણ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણ અને ગેરવર્તણૂકના ગંભીર આરોપો લગાવ્યા છે, જેમની વિરુદ્ધ ગુરુવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. બ્રિજ ભૂષણ સિંહ પર 6 પુખ્ત કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા આરોપો વિરુદ્ધ દિલ્હી પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં કલમ 354, 354 A અને 354 D હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તે જ સમયે, દિલ્હી પોલીસે વિનોદ તોમર વિરુદ્ધ કલમ 109, 354, 354A, 506 હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી. પોલીસે આ ચાર્જશીટ રૂઝ એવન્યુ કોર્ટમાં ACMM દીપક કુમારની કોર્ટમાં દાખલ કરી છે.
આ મામલામાં દેશના ઘણા પ્રખ્યાત કુસ્તીબાજો બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ સાથે જંતર-મંતર પર લગભગ એક મહિના સુધી ધરણા પર બેઠા હતા. 21 એપ્રિલથી શરૂ થયેલા આ વિરોધમાં વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક જેવા મોટા નામો પણ સામેલ થયા હતા. દિલ્હી પોલીસ આ કેસમાં ચાર્જશીટ લઈને રાઉઝ એવન્યુ કોર્ટ પહોંચી હતી. પોલીસ ચાર્જશીટના બંડલ સાથે આવી પહોંચી છે. લગભગ 1 હજાર પેજની ચાર્જશીટ છે. સગીર સાથે યૌન શોષણના મામલામાં પોલીસને પૂરતા પુરાવા મળ્યા ન હતા, જેના પછી કેસ રદ કરવા માટે રિપોર્ટ આપવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે