દિવાળી પહેલા સોનાના ભાવમાં જોરદાર તેજી, 6 વર્ષની સૌથી ઉચી સપાટી પર

લગ્નમાં આભૂષણોની માંગમાં વધારો થતા સોનામાં 125 રૂપિયામાં વધારા સાથે 6 વર્ષના ઉચ્ચત્તર સ્તર 32,625 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચ્યો હતો. 

દિવાળી પહેલા સોનાના ભાવમાં જોરદાર તેજી, 6 વર્ષની સૌથી ઉચી સપાટી પર

નવી દિલ્હી: વિદેશોમાં મજબૂત વલણ અને રૂપિયાના નબળાઈ સાથે, ગુરુવારે સરાફા માર્કેટમાં મિશ્ર વલણ હતું. જ્વેલરી વિક્રેતાઓની વધતી માંગ વધવાને કારણે લગ્નની સિઝનને ધ્યાને રાખીને 125 રૂપિયા તેજી આવતાની સ્થાને 6 વર્ષના સોથી ઉચ્ચત્તર સ્તર 32.625 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો હતો. પરંતુ ઔદ્યોગિક એકમોની ઓછી માંગને કારણે ચાંદીમાં નરમી રહી અને કિંમત 130 રૂપિયા ઘટીને 39,600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો હતો. 

સોનું ત્રણ મહિનાની ઉચ્ચસ્તર સપાટી પર 
બજાર સુત્રોએ કહ્યું કે ડોલરમાં નબળાઇને કારણએ શોરોમાં ઘટાડો આવવાથી વૈશ્વિક બજારોમાં સોનું ત્રણ મહિનાના ઉચ્ચ સ્તર પર જઇ પહોંચીને સ્થાનિક વ્યવસાયની ધારણા વધુ મજબૂતલ હતી. આ સિવાય પણ સ્થાનિક મુદ્રાની નબળાઇ આવવાને કારણે રોકાણકારોની ધારણામાં સુધારો થયો. સૂત્રોએ કહ્યું કે, આ ઉપરાંત ઘરેલું માર્કેટમાં મોસમી માંગને પહોંચી વળવા માટે સ્થાનિક જ્વેલરી વિક્રેતાઓની માંગ ઘટી શેરબજારમાં ઘનનું વલણ માર્કેટ તરફ વલણ વળ્યું છે.

સતત ત્રીજા કારોબારી સત્રમાં પણ તેજી
રાજધાનીમાં 99.9 અને 99.5 ટકા શુદ્ધતા વાળા સોનાના ભાવ 125-125 રૂપિયાની તેજી સાથે 32,625 રૂપિયા અને 32,475 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચ્યાં હતા. આ 29 નવેમ્બર 2012 બાદના સૌથી ઉચ્ચસ્તર પર પહોચ્યાં છે.જ્યારે સોનાન ભાવોમાં 32,940 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંઘ થયો હતો. સોનામાં સતત ત્રીજા કારોબારી સત્રમાં તેજી દેખાઇ રહી હતી. ગત 23 ઓક્ટોબર પછી સોનામાં 405 રૂપિયાની તેજી દેખાઇ હતી. જ્યારે ગિનીનો ભાવ 24,800 રૂપિયા પ્રતિ આઠ ગ્રામ પર પહોચ્યો હતો. 

બીજી બાજુ ચાંદી અત્યારની કિંમત પર નબળો જાહેર થવાની સાથે જ કિંમતમાં 130 કિંમતોમાં ઘટાડા સાથે 39,600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યા હતા. પરંતુ, ચાંદીના સિક્કાનું લેવલ 76,000 રૂપિયા તથા વેચાણ 77,000 રૂપિયા રહ્યા હતા. વૈશ્વિક સ્તર પર સિંગાપુરમાં સોનામા તેજી સાથે 1,234.20 ડોલર ભાવ રહ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news