T20 World Cup: અમારી ટીમના સમર્થકો વધ્યા, આશા અને દબાણ પણ વધ્યું- હરમનપ્રીત

આ ટૂર્નામેન્ટ ગત સંસ્કરણોની સરખામણીએ વધારે રોમાંચક થઇ શકે છે. આગામી મહિલા ટી20 વર્લ્ડ કપ 9થી 24 નવેમ્બર સુધી વેસ્ટઇન્ડિઝમાં રમાવામાં આવશે. જેમાં 10 ટીમો ભાગ લઇ રહી છે.

T20 World Cup: અમારી ટીમના સમર્થકો વધ્યા, આશા અને દબાણ પણ વધ્યું- હરમનપ્રીત

દુબઇ: ટીમ ઇન્ડિયા વૂમન ક્રિકેટ ટીમની કેપ્તાન હરમનપ્રીત કૌરનું માનવું છે કે આગામી આઇસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ બધી ટીમો માટે ઘણા ફેરફાર લઇને આવશે. તેણે કહ્યું હતું કે ગત કેટલાક વર્ષોમાં ભારત સહિત દર મહિલા ક્રિકેટ ટીમના સમર્થકોની સંખ્યામાં વધારો થયો છે. અને દરેક ટીમને તેમની આશા પર ખરૂ ઉતરવા માટે દબાણ પણ હશે. આ ટૂર્નામેન્ટ ગત સંસ્કરણોની સરખામણીએ વધારે રોમાંચક થઇ શકે છે. આગામી મહિલા ટી20 વર્લ્ડ કપ 9થી 24 નવેમ્બર સુધી વેસ્ટઇન્ડિઝમાં રમાવામાં આવશે. જેમાં 10 ટીમો ભાગ લઇ રહી છે.

ભારતીય કપ્તાન હરમનપ્રીતે વર્લ્ડ કપની સંભાવનાઓ અને પડકારોને લઇને આઇસીસી માટે એક કોલમ લખી છે. જેમાં તેણે વેસ્ટઇન્ડિઝની પીચ અને પરિસ્થિતિઓને પડકારરૂપ ગણાવી છે. હરમનપ્રીતે લખ્યું છે કે, વેસ્ટઇન્ડિઝમાં હવા સૌથી મોટી મુશ્કેલી છે. જેનાથી માત્ર કેચ જ પ્રભાવીત થતા નથી, પરંતુ તેમાં કેપ્ટન તરીકે, બોલીંગ અને બેટિંગમાં ઘણું અંતર આવી જાય છે.’ તેણે કહ્યું કે, ‘આપણે વિચારવુ પડશે કે બોલરે કઇ બાજુ બોલ ફેકવો અને બેટ્સમેને કઇ સાઇડ પર કેવો શોટ યોગ્ય રહેશે. આ ટૂર્નામેન્ટમાં જતા પહેલા જ અમારે રણનીતિ બનાવવી પડશે.’

હરમનપ્રીતે કહ્યું કે, ‘કેરેબિયન દેશ પર ઘણી જુદી જુદી પરિસ્થિતિઓ હોય છે. તેમના સ્થાનીય ટૂર્નામેન્ટનો સ્કોરને જોઇએ તો પિચ થોડી ધીમી છે.’ ‘અમારી બધી મેચો બપોરના સમયે છે. માટે ઝાકળ અમારા માટે મુશ્કેલીનું કાર બનશે નહીં. પરંતુ ડે-નાઇટ મેચમાં સાંજના સમયે ગ્રિપને લઇ થોડી મુશ્કેલી થઇ શકે છે.’ મહિલાઓની ભારત ટીમ-એ હાલમાં ઓસ્ટ્રેલિયા ટીમ-એ સાથે મેચ રમી રહી છે. આ વર્લ્ડ કપની તૈયારીઓનો ભાગ જણાવી રહ્યા છે.

ભારતીય મહિલા ટીમ ગત વર્ષે આઇસીસી વર્લ્ડ કપમાં ફાઇનમાં પહોંચી હતી, જ્યાં તેમણે ઇંગ્લેન્ડને ફાઇનલમાં હરાવ્યું હતું. ભારતીય કેપ્તાન હરમનપ્રીતનું માનવું છે કે તેનાથી ઘરેલૂ દર્શકોની આશા વધી ગઇ હશે, જે વર્લ્ડ ટી20માં તેનાથી વધારે સારા પ્રદર્શનની આશા કરશે. તેણે લખ્યું હતું કે, વર્લ્ડ કપ 2017 પછી આઇસીસી મહિલા વર્લ્ડ ટી20 2018 પ્રથમ આઇસીસી ટૂર્નામેન્ટ છે. એટલા માટે મને લાગે છે કે ઘણા ભારતીયો અમારી ટીમના પ્રદર્શન પર નજર રાખી રહ્યા છે. હવે આશાઓ પણ વધી જશે, પરંતુ ટીમ માટે પણ સારૂ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news