Gold-Silver Price: સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીમાં તેજી, જાણો આજની કિંમત
એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક તપન પટેલે કહ્યુ, દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવમાં બુધવારે સોનાની કિંમતોમાં ઘટાડા અને રૂપિયામાં મજબૂતીને કારણે 208 રૂપિયાનો ઘટાડો થયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઘરેલુ સોની બજારમાં બુધવારે સોનીની કિંતમમાં ઘટાડો થયો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે સોનાના ભાવમાં 208 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ સોનાનો ભાવ 44,768 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયો છે. સિક્યોરિટીઝ અનુસાર, આંતરરાષ્ટ્રીય સ્તર પર નરમ વલણને કારણે ઘરેલૂ સ્તર પર સોનાના ભાવમાં ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે સોનાના પાછલા સત્રમાં 44976 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.
બીજીતરફ ચાંદીના ભાવમાં બુધવારે વધારો જોવા મળ્યો હતો. ચાંદીની કિંમતમાં 602 રૂપિયાનો વધારો થયો છે. આ તેજી બાદ ચાંદીનો ભાવ 68592 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં ચાંદી 67,592 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.
એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક તપન પટેલે કહ્યુ, દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવમાં બુધવારે સોનાની કિંમતોમાં ઘટાડા અને રૂપિયામાં મજબૂતીને કારણે 208 રૂપિયાનો ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે, ભારતીય રૂપિયો બુધવારે ડોલરના મુકાબલે 45 પૈસાની મજબૂતીની સાથે ટ્રેડ કરતો જોવા મળ્યો હતો.
વૈશ્વિક સ્તર પર સોનાનો ભાવ
વૈશ્વિક સ્તર પર સોનાના ભાવમાં બુધવારે ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ અનુસાર, કોમેક્સ પર સોનાનો વૈશ્વિક વાયદા ભાવ બુધવારે 0.61 ટકા એટલે કે 10.60 ડોલરના ઘટાડા સાથે 1723 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતો જોવા મળ્યો. તો સોનાના હાજર ભાવ 11.98 ડોલરના ઘટાડા સાથે 1726.38 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો હતો.
વૈશ્વિક સ્તર પર ચાંદીનો ભાવ
વૈશ્વિક સ્તર પર ચાંદીના ભાવમાં પણ બુધવારે ઘટાડો જોવા મળ્યો હતો. બ્લૂમબર્ગ અનુસાર કોમેક્સ પર ચાંદીનો વાયદા ભાવ બુધવારે 0.20 ડોલરના ઘટાડા સાથે 26.68 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો હતો. તો ચાંદીના હાજર ભાવમાં 0.16 ડોલરનો ઘટાડો જોવા મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે