Gold Price Down: સોનું વળી પાછું પછડાયું, ચાંદી પણ ગગડી, તક ઝડપી લેજો....જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
Gold Rate Today: આંતરરાષ્ટ્રીય બજારમાં યુએસ ફેડની બેઠક પહેલા રોકાણકારો સતર્ક જોવા મળ્યા. સોના અને ચાંદીના ભાવોમાં બે દિવસની જબરદસ્ત તેજી બાદ મંગળવારે ફરીથી ઘટાડો જોવા મળ્યો છે.
Trending Photos
સોના અને ચાંદીના ભાવોમાં બે દિવસની જબરદસ્ત તેજી બાદ મંગળવારે ફરીથી ઘટાડો જોવા મળ્યો છે. ગઈ કાલે સાંજે પણ IBJA વેબસાઈટ મુજબ સોનાના ક્લોઝિંગ રેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. સોના અને ચાંદી બંને આજે વાયદા બજારમાં ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. શરાફા બજારમાં આજે શું સ્થિતિ છે તે પણ ખાસ જાણો.
વાયદા બજારમાં ભાવ
ભારતીય વાયદા બજાર (MCX) પર આજે સવારે સોનું અને ચાંદી બંને કડાકા સાથે જોવા મળ્યા. ગોલ્ડ ફ્યૂચર 109 રૂપિયાના ઘટાડા સાથે 73,387 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું. કાલે તે 73,496 પર ક્લોઝ થયું હતું. આ દરમિયાન ચાંદી પણ 160 રૂપિયાના ઘટાડા સાથે 89,449 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી જે કાલે 89,609 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે મામૂલી 16 રૂપિયાના વધારા સાથે 73,505 રૂપિયાના સ્તરે જોવા મળ્યું. જે કાલે 73,489 રૂપિયા પર ક્લોઝ થયું હતું. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 15 રૂપિયાના વધારા સાથે 67,331ના સ્તરે પહોંચ્યુ જે કાલે 67,316 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં આજે કડાકો જોવા મળ્યો છે. 286 રૂપિયા ગગડીને ચાંદી આજે 88,028 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી જે કાલે 88,314 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં યુએસ ફેડની બેઠક પહેલા રોકાણકારો થોડા સતર્ક જોવા મળ્યા. જો કે કાલે સોનાએ 2590 ડોલર ઉપર નવું લાઈફ હાઈ સ્પર્શ કર્યો હતો. જ્યારે ચાંદી 2 મહિનાની ઉંચાઈ પર 31 ડોલર પ્રતિ ઔંસ પર સપાટ ચાલી રહી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ $2,581.68 પ્રતિ ઔંસ પર ચાલી રહ્યું હતું. યુએસ ગોલ્ડ ફ્યૂચર્સ પણ $2,608.60 આસપાસ હતું. ફેડની બેઠકને લઈને 66% એક્સપર્ટ્સને એવી આશા છે કે 50 બેસિસ પોઈન્ટનો કાપ આવી શકે છે. શુક્રવારે તે 43% પર હતી.
ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે