સોનાના ભાવમાં થઇ શકે છે ભારેખમ ઘટાડો, સરકારે જાહેર કર્યું આ ફરમાન

સોનું ખરીદનારો માટે એક મોટા સમાચાર છે. સોનાના ભાવમાં મોટો ઘટાડો થઇ શકે છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સોનાના તમામ આભૂષણો માટે હોલમાર્ક (Hallmark) જરૂરી કરવા જઇ રહી છે. સરકારના નિર્ણય અનુસારા આગામી વર્ષથી સોનાના આભૂષણ હોલમાર્ક વિના વેચાશે નહી. આ સંબંધમાં 15 જાન્યુઆરી 2020થી પરિપત્ર જાહેર થશે.

સોનાના ભાવમાં થઇ શકે છે ભારેખમ ઘટાડો, સરકારે જાહેર કર્યું આ ફરમાન

નવી દિલ્હી: સોનું ખરીદનારો માટે એક મોટા સમાચાર છે. સોનાના ભાવમાં મોટો ઘટાડો થઇ શકે છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સોનાના તમામ આભૂષણો માટે હોલમાર્ક (Hallmark) જરૂરી કરવા જઇ રહી છે. સરકારના નિર્ણય અનુસારા આગામી વર્ષથી સોનાના આભૂષણ હોલમાર્ક વિના વેચાશે નહી. આ સંબંધમાં 15 જાન્યુઆરી 2020થી પરિપત્ર જાહેર થશે. કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટર રામવિલાસ પાસવાને  શુક્રવારે જાહેરાત કરી છે.

ફક્ત 26,000 જ્વેલર્સ પાસે Hallmark
કેન્દ્રીય મંત્રીના અનુસાર આ દરમિયાન જ્વેલર્સને જૂના સોનાનો સ્ટોક ખતમ પણ કરવો પડશે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી 26019 જ્વેલર્સને હોલમાર્ક લઇ રાખ્યા છે, જ્યારે દેશભરમાં નાના-મોટા 6 જ્વેલર્સ છે. રામવિલાસ પાસવાને  જાણકારી આપી હતી કે દેશના 234 જિલ્લાઓમાં બીઆઇએસ (BIS)ના હોલમાર્કિંગ 877 કેંદ્વ છે. મોટા શહેરોમાં હોલમાર્કિંગ કેન્દ્ર છે, પરંતુ નાના શહેરોમાં નથી. 

15 જાન્યુઆરીથી ફરજિયાત હશે Hallmark
રામવિલાસ પાસવાને  જણાવ્યું કે આ નિર્ણય ગ્રાહકો અને જ્વેલર્સના ફાયદાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. હોલમાર્ક લોકોને ભેળસેળથી બચાવે છે અને સુનિશ્વિત કરે છે કે ગ્રાહકોને હલકી ગુણવત્તાવાળા ખરીદવામાં છેતરપિંડી ન થાય. ભારતીય માનક બ્યૂરો અધિનિયમ 2016ના રોજ 12 ઓક્ટોબર 2017 અને ભારતીય માનક બ્યૂરો (હોલમાર્કિંગ) વિનિયમ 2018ના રોજ 14 જૂન 2018 લાગૂ કરવામાં આવ્યો. બીએસઆઇ એપ્રિલ 2000થી સોનાના આભૂષણો માટે હોલમાર્કિંગ યોજના ચલાવી રહ્યા છે.

રામવિલાસ પાસવાને  જાહેરાત કરતાં કહ્યું કે 15 જાન્યુઆરીના રોજ સૂચના જાહેર કરી. 15 જાન્યુઆરીથી બધા ઘરેણા હોલમાર્કનું નિશાન જરૂરી થઇ જશે. તેમણે કહ્યું કે અત્યારે 234 જિલ્લાઓમાં હોલમાર્ક સેન્ટર છે, તેનો ટાર્ગેટ દરેક જિલ્લામાં સેન્ટર ખોલવાના છે. 

હોલમાર્ક સોનાની શુદ્ધતાનું માપદંડ છે અને તેને 14, 18, અને 22 કેરેટ જ્વેલરીની હોલમાર્કિંગ નક્કી કરી છે. હોલમાર્કિંગની અનિવાર્યતાનું નોટિફિકેશન દિવાળી સુધી જાહેર થવાનું હતું, પરંતુ તેને કારણોસર ટાળી દેવામાં આવ્યું. કેંદ્વીય મંત્રીનું કહેવું છે કે હોલમાર્કિંગની અનિવાર્યતા 15 જાન્યુઆરી 2020 સુધી નક્કી કરવામાં આવશે. 

શુદ્ધતાની ગેરેન્ટી છે હોલમાર્ક
આભૂષણોમાં ભેળસેળ રોકવા માટે હોલમાર્કિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. હોલમાર્કના આભૂષણ આંતરરાષ્ટ્રીય માપદંડ હોય છે. પ્લેટિનમ, સોનું, ચાંદી, હીરા વગેરે આભૂષણોની ગુણવત્તાની ઓળખ માટે હોલમાર્કના નિશાનની એક સમાન વ્યવસ્થા છે. તેના પર ભારત સરકારની ગેરેન્ટી હોય છે. હોલમાર્કિંગના આભૂષણ નિર્માણ ખર્ચ વધુ હોવાના લીધે 10 થી 15 ટકા મોંઘા હોય છે પરંતુ શુદ્ધતાની ગેરેન્ટી હોય છે. ભારતમાં સોનાના આભૂષણો પર હોલમાર્કિંગની વ્યવસ્થા 2000થી અને ચાંદીના આભૂષણો પર 2005થી લાગૂ છે. 

હોલમાર્કથી સોનાની શુદ્ધતાની ઓળખ
ભારતમાં સામાન્ય રીતે 22 કેરેટ સોનાના આભૂષણોનો ઉપયોગ થાય છે. 22 કેરેટ સોનાના આભૂષણો પર 916 અંક છપાયેલો હોય છે. તેમાં 91.6 ટકા સોનું હોય છે. આ પ્રકારે સોનાના ઘરેણા પર અન્ય અંકનો અર્થ લગાવી શકાય છે જેમ કે 
375 નો અર્થ 37.5 ટકા શુદ્ધ સોનું
585 નો અર્થ 58.5 ટકા શુદ્ધ સોનું
750 નો અર્થ 75.0 ટકા શુદ્ધ સોનું
916 નો અર્થ 91.6 ટકા શુદ્ધ સોનું
990 નો અર્થ 99.0 ટકા શુદ્ધ સોનું
999 નો અર્થ 99.9 ટકા શુદ્ધ સોનું

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news