Nityananda : લંપટ નિત્યાનંદ સંતાયો છે દક્ષિણ અમેરિકાના હોન્ડુરાસમાં! જાહેર થઈ બીજી ચોંકાવનારી માહિતી

અમદાવાદ (Ahmedabad)માં છેલ્લા કેટલાક દિવસોથી નિત્યાનંદ (Nityananda)ના ગોરખધંધાની ચર્ચાઓ ચાલી રહી છે. હવે આ મામલામાં ચોંકાવનારી માહિતી જાહેર થઈ રહી છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે નિત્યાનંદ ભારતમાંથી નાસી જઈ દક્ષિણ અમેરિકા ક્ષેત્રમાં હોન્ડુરાસ (Honduras)પાસેના બેલિઝ (Belize) દેશમાં સંતાયો છે. 

Nityananda : લંપટ નિત્યાનંદ સંતાયો છે દક્ષિણ અમેરિકાના હોન્ડુરાસમાં! જાહેર થઈ બીજી ચોંકાવનારી માહિતી

અમદાવાદ : અમદાવાદ (Ahmedabad)માં છેલ્લા કેટલાક દિવસોથી નિત્યાનંદ (Nityananda)ના ગોરખધંધાની ચર્ચાઓ ચાલી રહી છે. હવે આ મામલામાં ચોંકાવનારી માહિતી જાહેર થઈ રહી છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે નિત્યાનંદ ભારતમાંથી નાસી જઈ દક્ષિણ અમેરિકા ક્ષેત્રમાં હોન્ડુરાસ (Honduras)પાસેના બેલિઝ (Belize) દેશમાં સંતાયો છે. ગુજરાત પોલીસ (Gujarat Police) હાથીજણ (Hathijan)ના આશ્રમમાં યુવતીઓનું અપહરણ કરી ગોંધી રાખવાના કેસમાં નિત્યાનંદને ગોતવાના પ્રયાસ કરી રહી છે પણ તે હોન્ડુરાસમાં સંતાઈને બેઠો છે. નિત્યાનંદનો કર્ણાટકનો આશ્રમ ભલે બંધ હાલતમાં હોય પણ તે છેલ્લા કેટલાય મહિનાથી બેલિઝથી અનુયાયીઓના સંપર્કમાં છે. તે પોતાના કર્ણાટકના આશ્રમ જેવા જ બેકગ્રાઉન્ડ સાથેનો સેટ ઊભો કરી ત્યાંથી સત્સંગના વીડિયો બનાવી ફેસબુક અને ટ્વીટર સહિતના માસ શેરીંગના સોશિયલ પ્લેટફોર્મ અપલોડ કરે છે અને તેના અંધભક્તો વાયરલ કરી રહ્યા છે. 

નિત્યાનંદ સ્વામીના નામે ઝેડ૧૮૬૪૩૪૮ નંબરથી તેને પહેલી ઓક્ટોબર ૨૦૦૮માં જે પાસપોર્ટ ઈશ્યુ થયેલો તેની મુદત ૩૦–૯-૨૦૧૮એ પૂર્ણ થતી હતી. રિન્યૂઅલ સામે પોલીસે વાંધો  ઉઠાવ્યો અને ઓગસ્ટ, ૨૦૧૮માં ચાર્જ ફ્રેમ થવાનો હોવાથી નિત્યાનંદ એ જ અરસામાં નાસી ગયો હોવાનું કર્ણાટક પોલીસ માની રહી છે. મળતી માહિતી પ્રમાણે ત્રણ દિશામાં મેક્સિકો, ગ્વાટેમાલા, હોન્ડુરાસ અને એક બાજુ કેરેબિયન સીથી ઘેરાયેલા બેલિઝ સાથે ભારતને પ્રત્યાર્પણ સંધિ નથી તેનો ગેરલાભ ઉઠાવી નિત્યાનંદ બેલિઝમાં સંતાયો છે. નિત્યાનંદે બેલિઝનું નાગરિકત્ત્વ મેળવવાની અરજી કરી હતી. આ અંગે ત્યાંના સત્તાવાળાઓએ ભારતના ગૃહ મંત્રાલય પાસેથી નિત્યાનંદના પાસપોર્ટની વિગતો પણ મંગાવેલી. એક અહેવાલ મુજબ તે બેલિઝમાં એટલો સેટ થઈ ગયો છે કે, ત્યાંની કોમનવેલ્થ યુનિવર્સિટીએ તેને ૨૦૧૮માં માનદ્ ડોક્ટરેટનીય પદવી એનાયત કરી છે.

આ સિવાય અમદાવાદમાં નિત્યાનંદના સાગરિત જેવા સાધકો એક પછી એક આશ્રમ છોડી રહ્યા છે. ગઈકાલે મોડી રાતે વધુ એક સાધક આશ્રમ છોડી બેંગ્લોર જવા રવાના થયા છે. આ વિવાદ સામે આવ્યા બાદ અગાઉ 3 સાધિકાઓ પણ અમદાવાદ છોડીને જતી રહી હતી. નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે હવે ગ્રામ્ય પોલીસની એક ટીમ બેંગ્લોર જવા રવાના થઈ હોવાના સમાચાર મળ્યા છે. બેંગ્લોર જઈ અમદાવાદ પોલીસ નિત્યાનંદના ગોરખધંધા અને તેની વિરુદ્ધ નોંધાયેલ કેટલાક ગુનાઓની તપાસ હાથ ધરશે.

આ મામલાની વિગતો જોઈએ તો અમદાવાદ શિક્ષણ વિભાગે હાથીજણ DPS સ્કૂલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. DPSના સંચાલકોએ ગેરરીતિ આચરીને CBSEમાં નકલી NOC રજુ કરી મંજૂરી મેળવી હતી. શિક્ષણ વિભાગે નોંધાવેલી ફરિયાદમાં ક્લોરેક્સ ફાઉન્ડેશનના વડા મંજૂલા પુજા શ્રોફ,પૂર્વ આચાર્ય અનિતા દુઆ અને હિતેન વસંતને આરોપી ગણાવ્યા છે. શિક્ષણ સચિવ વિનોદ રાવે કહ્યું, બનાવટી એનઓસીમાં જે તે સમયના આચાર્ય અનિતા દુઆની ટુ-કોપીમાં સહી નથી. જિલ્લા શિક્ષણાધિકારીએ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય સામે શુક્રવારે મોડી રાતે ફરિયાદ નોંધાવી હતી.

નિત્યાનંદ કેસમાં અનેક કાયદાકીય વળાંકો આવી રહ્યા છે. અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમના વિવાદના મામલે આશ્રમની સાધિકાઓના વચગાળાની જામીન અરજી મિરઝાપુર કોર્ટે ફગાવી દીધી છે. જામીન અરજી રદ્દ કરતા કોર્ટે અવલોકન કર્યુ હતું અને કોર્ટે આ મામલે જણાવ્યુ હતું કે રેગ્યુલર જામીન અરજી પેન્ડિંગ છે અને આથી વચગાળાના જામીન આપી શકાય નહીં. હાલ પ્રાણપ્રિયા-પ્રિયાતત્વને સાબરમતી જેલ મોકલવામાં આવ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news