Gold Price Today : સોનાએ લગાવી મોટી છલાંગ, ચાંદીની કિંમત પણ વધી, જાણો નવો ભાવ

Gold Price Today on 9th august 2024 : સોનું આજે 1100 રૂપિયાના વધારા સાથે 72450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. તો ચાંદી 1400 રૂપિયાના વધારા સાથે 82500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. 

Gold Price Today : સોનાએ લગાવી મોટી છલાંગ, ચાંદીની કિંમત પણ વધી, જાણો નવો ભાવ

Gold Price Today on 9th august 2024 : સોનાની કિંમતોમાં સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે જોરદાર તેજી જોવા મળી છે. દેશની રાજધાની દિલ્હીમાં શુક્રવારે સોનાનો ભાવ 1100 રૂપિયાના વધારા સાથે 72450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. સ્થાનિક માંગમાં વધારો અને વૈશ્વિક બજારના સંકેતોને કારણે આજે સોનાના ભાવમાં વધારો થયો છે. છેલ્લા સત્રમાં સોનું 71,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. તે જ સમયે, 99.5 ટકા શુદ્ધતાનું સોનું 1100 રૂપિયાના ઉછાળા સાથે 72,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. પાછલા સત્રમાં તે રૂ. 71,000 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. વેપારીઓના મતે સ્થાનિક જ્વેલર્સની તાજી માંગ અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીના કારણે સોનાના ભાવમાં વધારો થયો છે.

ચાંદીના ભાવમાં પણ વધારો
સોનાની સાથે ચાંદીની ઘરેલું હાજર કિંમતોમાં વધારો થયો છે. શુક્રવારે ચાંદીનો ભાવ 1400 રૂપિયાના વધારા સાથે 82500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. પાછલા સત્રમાં ચાંદી 81100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. ઓલ ઈન્ડિયા સોની એસોસિએશને આ જાણકારી આપી છે. 

સોના-ચાંદીની વાયદા કિંમત
સોનાનો ઘરેલું વાયદા ભાવ શુક્રવારે સાંજે તેજી સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. એમસીએક્સ એક્સચેન્જ પર 4 ઓક્ટોબર 2024ની ડિલિવરીવાળું સોનું 0.20 ટકા કે 142 રૂપિયાના વધારા સાથે 69846 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. તો 5 સપ્ટેમ્બર 2024ની ડિલિવરીવાળી ચાંદી 0.35 ટકા કે 286 રૂપિયાના ઘટાડા સાથે 80327 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી હતી. 

વૈશ્વિક સ્તર પર સોના-ચાંદી
વૈશ્વિક મોર્ચા પર કોમેક્સમાં સોનું 2468.90 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું, જે પાછલા દિવસથી 5.60 ડોલર પ્રતિ ઔંસ વધુ છે. સોનાના ભાવમાં વધારો મજબૂત ડોલર અને બોન્ડ યીલ્ડમાં વધારો થવા છતાં થયો હતો, જે વ્યાપક બજારમાં તેજીને કારણે પ્રેરિત હતો, નિષ્ણાતોએ જણાવ્યું હતું. કોટક સિક્યોરિટીઝના કોમોડિટી રિસર્ચના AVP કૈનાત ચેઈનવાલાએ જણાવ્યું હતું કે, "સતત ત્રીજા મહિને ચીનની સેન્ટ્રલ બેંકે સોનું ખરીદવાનું ટાળ્યું હોવા છતાં, આંતરરાષ્ટ્રીય બજારોમાં કોમેક્સ ચાંદીના ભાવમાં નજીવો ઘટાડો થયો હતો."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news