Gold Price Today: ઘટાડા બાદ ફરી મજબૂત બન્યું સોનું, વધવા લાગ્યો ભાવ
સોનાના ભાવમાં ચઢાવ-ઉતાર બાદ ફરી પીળી ધાતુ મજબૂત બની રહી છે. ગુરૂવારે તેના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ કાલે મોટા ઘટાડા બાદ 50,821 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થનાર સોનું (Gold Rate) આજે સામાન્ય વધારા સાથે ખુલ્યું છે. મહત્વનું છે કે કાલે વાયદા બજારમાં સોનાના ભાવમાં 230 રૂપિયાથી વધુ અને જ્વેલરી બજારમાં 600 રૂપિયા જેટલો ઘટાડો થયો હતો. આજે સોનું 143 રૂપિયા વધીને 50,964 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર ખુલ્યું હતું. પરંતુ શરૂઆતી કારોબારમાં સોનાની કિંમતોમાં નબળાઇ જોવા મળી હતી. શરૂઆતી કારોબારમાં સોનું 50851ની નિચલી સપાટી પર પણ પહોંચી ગયું હતું.
કાલે વાયદા બજારમાં નબળુ પડ્યું હતું સોનું
નબળી હાજર માંગને કારણે કારોબારીઓએ પોતાના સોદામાં ઘટાડો કર્યો જેનાથી વાયદા બજારમાં બુધવારે સોનાના ભાવમાં 0.45 ટકાનો ઘટાડો થતાં ભાવ 51271 પર પહોંચી ગયા હતા. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ઓક્ટોબર મહિનામાં ડિલીવરી સોના કરારની કિંમત 232 રૂપિયા એટલે કે 0.45 ટકાના ઘટાડા સાથે 51,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગઈ હતી. તેમાં 14,498 લોટ માટે આ કારોબાર થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 0.51 ટકાની તેજીની સાથે 1,968.90 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયું હતું.
જ્વેલરી બજારમાં 614 રૂપિયાથી વધુનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય બજારમાં મંદીને કારણે દિલ્હીની સોની બજારમાં બુધવારે સોનું 614 રૂપિયા તૂટીને 52,314 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આવી ગયું હતું. એચડીએફસી સિક્યોરિટીઝે તેની જાણકારી આપી હતી. એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક તપન પટેલે કહ્યું, દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમતમાં 614 રૂપિયાનો ઘટાડો થયો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 1963 ડોલર પ્રતિ ઔંસ હતું. તેમણે કહ્યું, અમેરિકા અને ચીનમાં ડિસઇનવેસ્ટમેન્ટ ગતિવિધિઓમાં સુધાર જોવા મળ્યા બાદ સોનાએ પાછલો લાભ ગુમાવી દીધો. રિલાયન્સ સિક્યોરિટીના વરિષ્ઠ વિશ્લેષક શ્રીરામ અય્યરે કહ્યુ, વિદેશી બજારોના વલણને જોતા ઘરેલૂ કિંમતોમાં બુધવારે બપોરે સુધાર થયો હતો.
કોરોના કાળમાં સોનું બન્યું વરદાન
સોનું મુશ્કેલ સમયમાં કામ આવનારી સંપત્તિ છે. હાલની કઠિન વૈશ્વિક પરિસ્થિતિમાં તે ધારણા એકવાર ફરી સાચી સાબિત થઈ રહી છે. કોવિડ 19 મહામારી અને ભૂ-રાજકીય સંકટની વચ્ચે સોનું એકવાર ફરી રેકોર્ડ બનાવી રહ્યું છે અને અન્ય સંપત્તિઓની તુલનામાં રોકાણકારો માટે રોકાણનો સારો વિકલ્પ સાબિત થયું છે. વિશ્વેષકોનું માનવું છે કે ઉતાર-ચઢાવ વચ્ચે સોનું હજુ ઓછામાં ઓછા એક-દોઢ વર્ષ ઉચ્ચ સ્તર પર યથાવત રહેશે. તેઓ કહે છે કે સંકટના આ સમયમાં સોનું રોકાણકારો માટે વરદાન છે. ગોયલ માને છે કે દિવાળીની આસપાસ સોનામાં 10તી 15 ટકા સુધીનો વધારો આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે