Gold Price: લગ્નની સીઝનમાં સસ્તું થયું સોનું, 1200 રૂપિયાનો થયો ઘટાડો, જાણો શું છે 10 ગ્રામનો ભાવ
Gold Price, 6 May 2023: સોનું ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ સમયે તમારી પાસે સસ્તું સોનું ખરીદવાની તક છે. છેલ્લા સપ્તાહમાં સોનાના ભાવમાં 857 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ Gold Price, 6 May 2023: સોનું ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ સમયે તમારી પાસે સસ્તું સોનું ખરીદવાની તક છે. છેલ્લા સપ્તાહમાં સોનાના ભાવમાં 857 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. સોનાએ આ સમગ્ર કારોબારી સપ્તાહમાં 61845 રૂપિયાની નવી રેકોર્ડ હાઈ બનાવી છે અને આ રેકોર્ડ બનાવ્યા બાદ તે 60636 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે બંધ થઈ ગયું છે. તે જ સમયે, શુક્રવારે ચાંદીના ભાવમાં 1022 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ અઠવાડિયે ચાંદી પણ રૂ.78,190ની રેકોર્ડ સપાટીને સ્પર્શી ગઈ છે.
1200 રૂપિયા સસ્તું મળી રહ્યું છે સોનું
તમને જણાવી દઈએ કે ન્યૂ હાઈથી સોનું અત્યારે 1200 રૂપિયા સસ્તામાં મળી રહ્યું છે. આ વર્ષે ગોલ્ડે અત્યાર સુધી રોકાણકારોને10 ટકાનું રિટર્ન આપ્યું છે. એક્સપર્ટ પ્રમાણે આવનારા દિવસોમાં ગોલ્ડ 63000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના લેવલ સુધી પહોંચી શકે છે. તો ઘટાડાની સ્થિતિમાં 59500ના સ્તર પર ખરીદવાની સલાહ હશે.
વૈશ્વિક બજારની સ્થિતિ શું છે?
ડૉલર ઇન્ડેક્સ, યુએસ બોન્ડ યીલ્ડ, મિશ્ર આર્થિક ડેટા અને ફેડરલ રિઝર્વ દ્વારા જારી કરાયેલા નિવેદનો સોના અને ચાંદીના ભાવ પર સીધી અસર કરી રહ્યા છે. આ સાથે ફેડ રિઝર્વ તરફથી 25 બેસિસ પોઈન્ટના વધારાની અસર બુલિયન માર્કેટ પર જોવા મળી રહી છે.
ગોલ્ડ ખરીદતા પહેલાં રાખો આ ધ્યાન
જો તમે પણ માર્કેટમાં સોનાની ખરીદી કરવા જઈ રહ્યાં છો તો હોલમાર્ક જોઈને ગોલ્ડની ખરીદી કરો. સોનાની શુદ્ધતા ચેક કરવા માટે તમે સરકારી એપનો ઉપયોગ કરી શકો છો. ‘BIS Care app’દ્વારા તમે ગોલ્ડની પ્યોરિટી ચેક કરી શકો છો. આ સિવાય તમે એપ દ્વારા ફરિયાદ પણ કરી શકો છો.
આ રીતે ચેક કરો તમારા શહેરનો ભાવ
તમે સોનાની કિંમત ઘર બેઠા ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે તમે માત્ર 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને પ્રાઇઝ ચેક કરી શકો છો. તમે જે નંબરથી મેસેજ કરશો તે નંબર પર તમને મેસેજ મળી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે