Gold Price Today : જાણો કેટલું સસ્તું થયુું સોનું? આજનો એક તોલાનો ભાવ સાંભળી ખુશ થઈ જશે દિલ!
શાસ્ત્રોમાં પણ સોનાને ખુબ જ શુભ માનવામાં આવે છે. તેથી લગ્ન પ્રસંગ કે અન્ય કોઈ સારા પ્રસંગોમાં લોકો સોનાની ખરીદી કરતા હોય છે. કહેવાય છેકે, જે ઘરની મહિલાઓ સોનાનો શણગાર કરીને ખુશ મિઝાજ જીવન જીવતી હોય છે તે ઘરમાં લક્ષ્મીજીનો વાસ હોય છે એવા પરિવારમાં ક્યારેય રૂપિયા-પૈસા કે સંપત્તિની ખોટ પડતી નથી.
સસ્તું સોનુ ખરીદવાની સૌથી શ્રેષ્ઠ તક
જાણો આજનો 1 તોલા સોનાનો ભાવ
જલ્દી કરો ફરી નહીં મળે આવો મોકો
Trending Photos
નવી દિલ્લીઃ શાસ્ત્રોમાં પણ સોનાને ખુબ જ શુભ માનવામાં આવે છે. તેથી લગ્ન પ્રસંગ કે અન્ય કોઈ સારા પ્રસંગોમાં લોકો સોનાની ખરીદી કરતા હોય છે. કહેવાય છેકે, જે ઘરની મહિલાઓ સોનાનો શણગાર કરીને ખુશ મિઝાજ જીવન જીવતી હોય છે તે ઘરમાં લક્ષ્મીજીનો વાસ હોય છે એવા પરિવારમાં ક્યારેય રૂપિયા-પૈસા કે સંપત્તિની ખોટ પડતી નથી. ત્યારે હાલ લગ્નગાળો ચાલી રહ્યો છે એવામાં જો તમે પણ સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યાં હોવ તો આજનો દિવસ તમારા માટે બેસ્ટ છે. કારણકે, આજના સોનાના ભાવ સાંભળીને તમારું દિલ ખુશ થઈ જશે.
MCX પર 10 ગ્રામ સોનાની કિંમત ઑગસ્ટ 2020 માં રૂપિયા 56,200 હતી . બીજી બાજુ MCX મુજબ આજે સોનું 47,939 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થયું હતું. આજે સોનાની સાથે ચાંદીની કિંમત વધ – ઘટ દેખાઈ રહી છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો ભાવ થોડા વધારા સાથે ટ્રેડ થતું જોવા મળ્યું હતું જે બાદમાં સરક્યું હતું . બીજી તરફ ચાંદીમાં 0.17 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ગઈકાલે સોનાના ભાવમાં 1.12 ટકાનો ઘટાડો થયો હતો.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે ઉપલા સ્તરે સોનાનો ભાવ સામાન્ય ટકાના વધારા સાથે રૂ. 48000 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થયો હતો. બીજી તરફ ચાંદીનો ભાવ 0.17 ટકા વધીને રૂ. 62,049 પ્રતિ કિલોગ્રામ થયો હતો. MCX પર 10 ગ્રામ સોનાની કિંમત ઑગસ્ટ 2020 માં રૂપિયા 56,200 હતી . બીજી બાજુ MCX મુજબ આજે સોનું 47,939 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થયું હતું જેનો અર્થ છે કે સોનું હજી પણ તેના સર્વોચ્ચ સ્તરથી 8,261 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે