Gold Rate Today: દીવાળીમાં જલસા! ધનતેરસ પહેલા આજે ફરી સોનું સસ્તું થયું, ઘટેલા ભાવ જાણીને તરત લેવા માટે દોડશો

Latest Gold Rate: છેલ્લા બે દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં સારો એવો ઘટાડો જોવા મળ્યો છે. ધનતેરસ અને દીવાળી પહેલા સોના અને ચાંદીની ખરીદી કરવા માંગતા લોકો માટે આ સારા સમાચાર છે. ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ...

Gold Rate Today: દીવાળીમાં જલસા! ધનતેરસ પહેલા આજે ફરી સોનું સસ્તું થયું, ઘટેલા ભાવ જાણીને તરત લેવા માટે દોડશો

ધનતેરસ અને દીવાળી પહેલા જો તમે સોના અને ચાંદીની ખરીદી કરવાનું વિચારતા હોવ તો તમારા માટે સારા સમાચાર આવ્યા છે. રેકોર્ડ હાઈ પર પહોંચ્યા બાદ સોના અને ચાંદી ગગડી ગયા છે. તમે ઓછા ભાવે ખરીદી કરી શકો છો. વાયદા બજાર અને શરાફા બજાર બંનેમાં ભાવ પછડાયા છે. 

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 182 રૂપિયા ગગડીને 78,064 રૂપિયાની સપાટીએ પહોંચ્યું. જે કાલે 78,246 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. ચાંદીમાં પણ આજે ફરીથી ઘટાડો જોવા મળ્યો છે. ચાંદી આજે 1,418 રૂપિયા તૂટીને 96,075 રૂપિયાની સપાટીએ પહોંચી ગઈ જે કાલે 97,493 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 

વાયદા બજારમાં ભાવ
વાયદા બજારમાં આજે સોનું 258 રૂપિયાના ઘટાડા સાથે 78,069 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે જોવા મળ્યું જે કાલે 78,327 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદી આ દરમિયાન 571 રૂપિયાના કડાકા સાથે 96,461 રૂપિયા પ્રતિ કિલોના ભાવે જોવા મળી. કાલે ચાંદી 97,032 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 

વિદેશી બજારમાં ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 15 ડોલર ચડીને 2750 ડોલરની આસપાસ હતું જ્યારે ચાંદી 34 ડોલરની નીચે સપાટ હતી. કાલે ઘરેલુ બજારમાં સોનામાં ઉથલપાથલ જોવા મળી હતી. વેપારીઓએ  કહ્યું કે સ્થાનિક બજારમાં આભૂષણ વિક્રેતાઓની નબળી માંગને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. જ્યારે મજબૂત વૈશ્વિક ટ્રેન્ડ્સે નુકસાનને કઈક હદે સીમિત કરી દીધુ. 

ખાસ નોંધ:
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news