થઈ ગયું ફાઈનલ! વાવમાં સ્વરૂપજી ઠાકોર V/s ગુલાબસિંહ રાજપૂત, ભાજપે ઠાકોર ઉમેદવારની પસંદગી કરી
વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં હવે ઠાકોર વર્સિસ રાજપૂતની લડાઈ જામશે. છેલ્લી ઘડીએ આખરે ભાજપે વાવમાં પોતાનો મુરતિયો ફાઈનલ કરી દીધો છે. ભાજપે વાવ પેટાચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે. ત્યારે વાવ બેઠક માટે ભાજપના સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત સામે સીધી જંગ થશે.
Trending Photos
Gujarat Politics બનાસકાંઠા : વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં હવે ઠાકોર વર્સિસ રાજપૂતની લડાઈ જામશે. છેલ્લી ઘડીએ આખરે ભાજપે વાવમાં પોતાનો મુરતિયો ફાઈનલ કરી દીધો છે. ભાજપે વાવ પેટાચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે. ત્યારે વાવ બેઠક માટે ભાજપના સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત સામે સીધી જંગ થશે.
ભાજપે ઠાકોર ઉમેદવારની પસંદગી કરી
ભાજપ ગેનીબેનના ગઢમાં તેમને ટક્કર આપવા માટે ઠાકોર ઉમેદવારની પસંદગી કરશે તે લગભગ ફાઈનલ હતુ. ભાજપ વાવ બેઠક પર ઠાકોર ઉમેદવારને ટિકિટ આપી છે. પિરાજી ઠાકોર અથવા સ્વરૂપજી ઠાકોરમાંથી કોઈ એકની પસંદગી થશે તેવી ચર્ચા હતી. પીરાજી ઠાકોર બનાસ બેંકમાં ડાયરેક્ટર છે. તો સ્વરૂપજી ઠાકોર ગત વિધાનસભાની ચૂંટણી વાવથી લડ્યા હતા. જાતીય સમીકરણને ધ્યાને લઈ ઠાકોર ઉમેદવારને ભાજપે ટિકિટ આપી છે. કારણ કે, વાવ બેઠક પર સૌથી વધુ ઠાકોર મતદારો છે. આખરે ભાજપે સ્વરૂપજી ઠાકોરની પસંદગી કરી છે.
કોણ છે સ્વરૂપજી ઠાકોર
- 2022માં ભાજપે વાવ બેઠક પર સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી
- સ્વરૂપજી ઠાકોર 2022માં વાવ બેઠક પર ચૂંટણી લડ્યા
- સ્વરૂપજી ઠાકોર ગેનીબેન ઠાકોર સામે ચૂંટણી લડ્યાં હતાં
- સ્વરૂપજી ઠાકોર 2022માં 15 હજાર મતથી હારી ગયા હતા
- ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે
- સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી
- 2019માં બનાસકાંઠા બેઠક પર અપક્ષ ચૂંટણી લડી
કોંગ્રેસથી ગુલાબસિંહ ઠાકોર ઉમેદવાર
વાવ વિધાનસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર પણ જાહેર થઈ ગયા છે. વાવ વિધાનસભા બેઠકથી ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે. 2022માં વિધાનસભા ચૂંટણી હારેલા ગુલાબસિંહને ફરી કોંગ્રેસે તક આપી છે. 2022માં ગુલાબસિંહ રાજપૂત થરાદ બેઠકથી ચૂંટણી લડ્યા હત, જ્યાં શંકર ચૌધરી સામે તેમની હાર થઈ હતી. ગુલાબસિંહ વાવ પેટાચૂંટણી માટે ટિકિટની રેસમાં સૌથી આગળ હતા. લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા ગુલાબસિંહ આ પહેલા પણ ધારાસભ્ય રહી ચુક્યા છે. અને હવે કોંગ્રેસે ફરી તેમને ટિકિટ આપી છે. ત્યારે ગુલાબસિંહે ટિકિટ આપવા માટે હાઈકમાન્ડનો આભાર માન્યો. સાથે જ ગુલાબસિંહે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.
કોણ છે ગુલાબસિંહ રાજપૂત?
- બનાસકાંઠાના સુઈગામના અસારવાના વતની છે ગુલાબસિંહ
- પૂર્વ ધારાસભ્ય હેમુભા રાજપૂતના પૌત્ર છે ગુલાબસિંહ
- થરાદથી ધારાસભ્ય રહી ચુક્યા છે ગુલાબસિંહ
- યુથ કોંગ્રેસના પ્રમુખ રહી ચુક્યા છે ગુલાબસિંહ
- 2022માં થરાદથી શંકર ચૌધરી સામે થઈ હતી હાર
સ્વરૂપજી ઠાકોર ભાજપની ટિકિટ પર કરી રહ્યા છે ઉમેદવારી.. #Vav #banaskantha #Election2024 #bypolls #swarupjithakor #ZEE24KALAK #BreakingNews #BJP #GujaratBJP pic.twitter.com/hCo8pF4jN6
— Zee 24 Kalak (@Zee24Kalak) October 25, 2024
ગુલાબસિંહને ટિકિટ આપતા ઠાકરશી રબારીની લાગણી છલકાઈ
બીજી તરફ, વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના ફોર્મ ભરવાના છેલ્લાં દિવસને લઈને કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીનું દુખ છલકાયું હતું. તેમણે કહ્યું કે, બે મહિનાથી ઉમેદવાર ફિક્સ હતો છતાં પણ કોંગ્રેસ અન્ય લોકોને રમાડી રહી હતી. ઠાકરશી રબારીએ કોંગ્રેસ પર આક્ષેપ લગાવતા કહ્યું કે, કોંગ્રેસમાં ફિક્સિંગ ચાલી રહ્યું છે. ઉમેદવાર ફિક્સ હતો છતાં કોંગ્રેસના નેતાઓ લાગણીઓ સાથે રમ્યા. કોંગ્રેસ જિલ્લા પ્રમુખે ડમી ફોર્મ ભરવાનું કહ્યું હતું પરંતુ હવે ફોર્મ ભરવાનો કોઈ મતલબ નથી કારણ કે ઉમેદવાર ફિક્સ છે. જ્યાં ઉમેદવાર ફિક્સ હોય ત્યાં રમત રમવાની જરૂર નથી એટલે હું ફોર્મ ભરવાનો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે