Gautam Adani ને કેમ દર મિનિટે થઈ રહ્યું છે 5 કરોડનું નુકસાન? જાણો કેમ Top-20 શ્રીમંતોના લિસ્ટમાંથી થયા બહાર
હાલમાં મળેલાં એક રિપોર્ટ મુજબ અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણીના દિવસો સારા નથી ચાલી રહ્યા. તેમની સંપત્તિ દરરોજ ઘટી રહી છે. તેની પાછળનું કારણ પણ જાણવા જેવું છે.
Trending Photos
મુંબઈઃ એક સમય હતો કે, અદાણી ગ્રૂપ અધધ કમાણી કરી રહ્યું હતું. જોકે, શું ખબર અચાનક શું થઈ ગયું કે હવે સતત આ ગ્રૂપને થઈ રહ્યું છે આર્થિક નુકસાન. અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણીના દિવસો સારા નથી ચાલી રહ્યા. તેમની સંપત્તિ દરરોજ ઘટી રહી છે. તેમની નેટવર્થ દર મિનિટે 5 કરોડ રૂપિયા ઘટી રહી છે. જેના કારણે ગૌતમ અદાણી વિશ્વના 20 ધનિક લોકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે.
ગૌતમ અદાણીની સંપત્તિ ઓછી થઈ:
છેલ્લા ઘણા દિવસથી અદાણી ગ્રુપની 6માંથી 3 કંપની સતત નુકસાનમાં જઈ રહી છે. જેના કારણે ગૌતમ અદાણીની નેટવર્થમાં ઘટાડો થઈ રહ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સના અહેવાલ મુજબ, અદાણીની નેટવર્થ 59.7 અરબ ડૉલર પર આવી ગઈ છે. જે બે દિવસ પહેલા સુધીમાં 62.28 અરબ ડૉલર હતી.
ટોચના 20 અમીર લોકોના લિસ્ટમાંથી બહાર:
આ બે દિવસમાં તેમને લગભગ 1.49 અબજ ડૉલરનું નુકસાન થયું છે. જેના કારણે તેઓ વિશ્વના 20 ધનિક લોકોની યાદીમાં 21માં ક્રમ પર આવી ગયા. બે દિવસ પહેલા સુધી તેઓ 17માં ક્રમ પર હતા. છેલ્લા 17 દિવસમાં તેમની નેટવર્થ 17.3 અરબ ડૉલર ઘટી છે. ગૌતમ અદાણીને 14 જૂનથી દર મિનિટે અંદાજે 5 કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે. જેના કારણે તેઓ વિશ્વના ટોપ-20 ધનિક લોકોની યાદીમાંથી પણ બહાર થઈ ગયા.
અદાણી ગ્રુપના શેરમાં સતત ઘટાડો:
અદાણી ગ્રીન એનર્જી (Adani Green Energy)નાં શેરમાં આજે 5%થી વધુનો ઘટાડો થયો છે. અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission)નાં શેર પણ આજે 5 ટકાથી વધુ તૂટી ગયા છે. છેલ્લા ત્રણ દિવસમાં આ શેર 12.5 ટકા સુધી તૂટી ગયા છે. આ ઉપરાંત અદાણી ટોટલ ગેસ (Adani Total Gas)નાં શેરમાં પણ આજે 5 ટકાનો ઘટાડો થયો છે. સોમવાર, મંગળવાર અને બુધવારે પણ 5% ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. એટલે કે, તે ત્રણ દિવસમાં અદાણીના શેર 15% તૂટી ગયા.
અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં બહુ ઘટાડો નથી આવ્યો. અદાણીના શેર આજે 0.44%નાં ઘટાડા સાથે કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. આજે અદાણી પોર્ટ્સ (APSEZ)ના શેરમાં ફ્લેટ ટ્રેડિંગ જોવા મળે છે. જ્યારે અદાણી પાવર (Adani Power)ના શેરમાં આજે 5 ટકાનો ઘટાડો થયો છે. શેરના ઘટાડાને કારણે ગૌતમ અદાણીની નેટવર્થમાં ભારે ઘટાડો થયો છે, જેના કારણે તે છેલ્લા 3 દિવસમાં વિશ્વના ટોચના 20 ધનિકોની યાદીમાં 6 સ્થાન નીચે સરકી ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે