સરકારી ભરતી અંગે સૌથી મોટા સમાચાર, TET-TAT ની ભરતી અંગે મોકલાઇ ખુબ મહત્વની દરખાસ્ત !
ટેટ ટાટ પરીક્ષા સળંગ ગણવાનો કેન્દ્રનાં નિર્ણયના મુદ્દે ખુબ જ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજયનાં પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્રારા ટેટ ટાટ પરીક્ષાઓનાં સર્ટીફીકેટની મર્યાદા સળંગ ગણવા શિક્ષણ વિભાગમાં દરખાસ્ત મોકલી આપી છે. ટૂંક સમયમાં ટેટ ટાટ પરીક્ષાનાં સર્ટિફિકેટ સળંગ ગણવા સંદર્ભે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વિભાગના નિર્ણય બાદ આગળની ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. આ નિર્ણનો લાખો લોકોને ખુબ જ મોટો ફાયદો પણ મળશે.
Trending Photos
હિતલ પારેખ/ ગાંધીનગર : ટેટ ટાટ પરીક્ષા સળંગ ગણવાનો કેન્દ્રનાં નિર્ણયના મુદ્દે ખુબ જ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજયનાં પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્રારા ટેટ ટાટ પરીક્ષાઓનાં સર્ટીફીકેટની મર્યાદા સળંગ ગણવા શિક્ષણ વિભાગમાં દરખાસ્ત મોકલી આપી છે. ટૂંક સમયમાં ટેટ ટાટ પરીક્ષાનાં સર્ટિફિકેટ સળંગ ગણવા સંદર્ભે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વિભાગના નિર્ણય બાદ આગળની ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. આ નિર્ણનો લાખો લોકોને ખુબ જ મોટો ફાયદો પણ મળશે.
માર્ચ મહિનામાં રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી હતી. આગામી દિવસોમાં ધોરણ ૧ થી ૫ માં 1300 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત ધોરણ 6 થી 8 માં ૨૦૦૦ શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આમ કુલ 3900 શિક્ષકની ભરતી કરવામાં આવશે. આ તમામ ભરતિઓ ટેટ ટાટનાં સર્ટિફિકેટ સળંગ ગણવા અંગે શુ નિર્ણય લેવાય છે તેં આવ્યાં બાદ ભરતી પ્રક્રિયાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જો કે લાખો વિદ્યાર્થીઓની માંગ છે તે અનુસાર સળંગ નિર્ણય લેવાય તો પરિક્ષાર્થીઓને મોટો ફાયદો થઇ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ટેટ અને ટાટની પરીક્ષાનો નિર્ણય લાંબા સમયથી અટકેલો છે. જેથી અનેક વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે. શિક્ષણ વિભાગ ઝડપથી આ અંગે નિર્ણય લે તો ભરતી પ્રક્રિયા પણ ઝડપથી શરૂ થશે. લાંબા સમયથી અટકેલી ભરતી પ્રક્રિયાની કામગીરી પણ શરૂ થશે. હાલ તો આ અંગે શિક્ષણ વિભાગનાં નિર્ણય બાદ જ કાર્યવાહી આગળ વધશે. જેના કારણે સેંકડો વિદ્યાર્થીઓ શિક્ષણ વિભાગનાં નિર્ણયની રાહ જોઇ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે