₹560 થી તૂટી ₹2 પર આવી ગયો આ શેર, હવે રોકેટ બન્યો સ્ટોક, આ સમાચારની અસર!
Stock Market News: શેરબજાર એ સૌથી વધારે રિસ્કી છે. તમે જો ધ્યાન નહીં આપો તો ફાયદા કરતાં નુક્સાન વધારે થશે. ભારતીય શેર બજારમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. માર્કેટ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. આ તેજી વચ્ચે કેટલીક નાદાર કંપનીના શેર પણ રોકેટની જેમ વધી રહ્યાં છે.
Trending Photos
Future Retail Ltd share: સાચવજો નહીં તો શેરબજાર તમને ડૂબાડી પણ શકે છે. ભારતીય શેરબજારમાં સતત તેજી ચાલી રહી છે. શેર બજાર દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. આ તેજીની સાથે કેટલીક નાદાર કંપનીઓના શેર પણ રોકેટની જેમ વધી રહ્યાં છે. આવો એક શેર ફ્યુચર ગ્રુપની રિટેલ કંપની ફ્યુચર રિટેલનો છે. આ કંપનીના શેરમાં ગુરૂવારે તેજી જોવા મળી હતી. સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે આ શેર 4 ટકા વધ્યો હતો.હવે આ શેરમાં કડાકો બોલી ગયો છે. તમે જો શેરબજારમાં રોકાણ કરી રહ્યાં હો તો થોડી સાવધાની રાખવાની જરૂર છે કારણ કે ક્યારેક તેજી તમને ડૂબાડી શકે છે. કોઈ શેરમાં રોકાણ કરતાં પહેલાં તમારે કંપની અંગે સારી રીતે જાણી લેવું એ જરૂરી છે.
શું છે શેરની કિંમત
ફ્યુચર રિટેલ લિમિટેડનો શેર ગુરૂવારે 2.07 રૂપિયાની પાછલી કિંમતના મુકાબલે 4.83 ટકા તેજીની સાથે 2.17 રૂપિયા પર પહોંચી ગયો હતો. આ શેરનો 52 સપ્તાહનો હાઈ 3.93 રૂપિયા છે. આ ભાવ 20 જુલાઈ 2023ના હતો. સાત માર્ચે શેરની કિંમત 1.98 રૂપિયા હતી. આ શેરનો 52 સપ્તાહનો લો છે. નોંધનીય છે કે આ શેરની કિંમત 5 વર્ષ પહેલા 560 રૂપિયા હતી. આ દ્રષ્ટિએ શેર 99 ટકા તૂટી ગયો છે. જેને પગેલ રોકાણકારો રડી રહ્યાં છે.
સ્પેસમંત્રાએ બોલીમાં કર્યું સંશોધન
ફ્યુચર રિટેલ માટે સમાધાન યોજનામાં એકમાત્ર બોલી લગાવનારી કંપની સ્પેસમંત્રા છે. તેણે નાદાર ફર્મના પરિસમાપનથી બચવા માટે પોતાની પાછલી બોલીમાં સંશોધન કર્યું છે. પાછલા દિવસોમાં મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે નવી બિડ પાછલી બિડથી વધુ છે અને કંપનીએ એડમિનિસ્ટ્રેટર અને કમિટી ઓફ ક્રેડિટર્સ (CoC)ને સમગ્ર પ્રક્રિયા પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે. બેંક ઓફ ન્યુયોર્ક મેલોન CoCમાં સૌથી વધુ 21.18% વોટિંગ હિસ્સો ધરાવે છે, ત્યારબાદ યુનિયન બેંક ઓફ ઈન્ડિયા 9.17% અને બેંક ઓફ બરોડા 8.95% છે.
નોંધઃ આ રોકાણની સલાહ નથી. જો તમે રોકાણ કરવા ઈચ્છો છો તો પહેલાથી રિસર્ચ કરી લો. અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે