ઉત્તર ગુજરાતના મુસાફરો માટે સરકારની નવી ભેટ, રસ્તાઓ પર દોડશે 100 નવી એસટી બસ

New Bus Innaguration : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ અને એસટી નિગમ દ્વારા નડાબેટ માં 100 નવી એસટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું

ઉત્તર ગુજરાતના મુસાફરો માટે સરકારની નવી ભેટ, રસ્તાઓ પર દોડશે 100 નવી એસટી બસ

Banaskantha News : દેશમાં ઇતિહાસમાં પ્રથમ વાર ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર નડાબેટ ખાતેથી ગુજરાત રાજ્ય માર્ગ વહન વ્યવહાર નિગમ દ્વારા 100 નવી બસોનું લોકાર્પણ કરાયું. ગૃહમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું. હર્ષ સંઘવી અને શંકર ચૌધરી દ્વારા 100 બસને લીલી ઝંડી આપી સાથે સાથે બસમાં બેસી ભારત- પાકિસ્તાન સીમાથી સુઈગામ સુધી બસમાં મુસાફરી કરી.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ અને એસટી નિગમ દ્વારા નડાબેટ માં 100 નવી એસટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં પાલનપુર એસટી ડેપોની 19 નવી 200 હિંમતનગરને 24 અને મહેસાણાને 29 તથા ભુજ ડેપોને 28 નવી બસો ફાળવવામાં આવી. નવી બસોમાં સ્લીપર કોચ, ગુર્જર નગરી, સુપર એક્સપ્રેસ હવે મુસાફરો માટે ખુલ્લી મુકવામાં આવી હતી. દેશના ઈતિહાસમાં પ્રથમ વાર ઈન્ડો-પાકિસ્તાન ઈન્ટરનેશનલ બોર્ડર અને તાર ફેન્સીંગની નજીકથી સરહદના લોકો માટે 100 નવી બસ મૂકવામાં આવી છે. એસટી નિગમ દ્વારા દૈનિક 8000થી વધુ 33 લાખ કિમીનું સંચાલન થઈ રહ્યું છે. જો કે 27 લાખથી વધુ મુસાફરોને હાલ સેવા પૂરી પાડવામાં આવે છે, ત્યારે નિગમ દ્વારા અવારનવાર વધારાની બસોનું પણ સંચાલન કરવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં હાલ મેઘા ડીમોલેશન પણ થઈ રહ્યા છે. જોકે ગૃહ રાજ્ય પ્રધાને મેઘા ડીમોલેશન મામલે પણ નિવેદન આપ્યું હતું. ગુજરાતમાં સૌ વ્યક્તિઓ માટે કાયદો અને વ્યવસ્થા સમાન છે. ગુજરાત ભારતમાં સૌથી સુરક્ષિત રાજ્ય છે, ગુજરાતમાં જે વ્યક્તિ કાયદામાં રહેશે તે જ ફાયદામાં રહેશે.

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે સરહદથી થયેલ લોકાર્પણ પ્રસંગને ફાયદો થશે. સરહદીઓ વિસ્તારથી કરેલા લોકાર્પણથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ફાયદો થશે. નર્મદાના પાણીથી આ આ વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ થઈ છે. એસટી પણ નાના માણસ માટે ખૂબ જરૂરી છે. ગૃહ મંત્રી પોતે પણ સીમાથી માંડીને સુઈગામ સુધી બસમાં બેસીને મુસાફરી કરી છે. લોકોને પણ એમ લાગે કે ઓલી ખખડધજ બસ નથી નવી ટનાટન બસ મળી છે. 

ગુજરાતના 4 જિલ્લાઓને નવીન આધુનિક સુવિધાઓ સભર બસો મળતાં હવે મુસાફરો કોઈપણ પ્રકારની અગવડતા વગર આરામદાયક મુસાફરી કરી શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news