લંડન: 60 કરોડના એપાર્ટમેન્ટમાં રહે છે ભાગેડૂ નીરવ મોદી, પહેરે છે 10 લાખનું જેકેટ
Trending Photos
લંડન: ભાગેડૂ હીરાના બિઝનેસમેન નીરવ મોદી લંડનના વેસ્ટ એન્ડ વિસ્તારમાં એક આલીશાન એપાર્ટમેન્ટમાં રહે છે જેની કિંમત 80 લાખ ડોલર (લગભગ 56 કરોડ રૂપિયા) બતાવવામાં આવી છે. તેણે લંડનમાં હીરાનો નવો બિઝનેસ શરૂ કરી દીધો છે. બ્રિટનના સમાચારપત્ર ટેલીગ્રાફના સમાચારમાં આ જાણકારી આપવામાં આવી છે. નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંકની સાથે 2 અરબ ડોલર (14 હજાર કરોડ રૂપિયાથી વધુ)ની છેતરપિંડીનો આરોપ છે.
ટેલીગ્રાફના સમાચાર અનુસાર, નીરવ મોદી હાલ ત્રણ બેડરૂમવાળા એક ફ્લેટમાં રહે છે. આ ફ્લેટ આ વિસ્તારની પ્રસિદ્ધ બહુમાળી બિલ્ડિંગ સેંટર પોઇન્ટ ટાવરના એક બ્લોકના એક તળ પર અડધા ભાગમાં બનેલો છે. તેનું માસિક ભાડું 17,000 પાઉન્ડ હોવાનું અનુમાન છે. આ સમાચાર નીરવ મોદીના મહારાષ્ટ્રમાં કિહિમ સમુદ્વ તટ પર બનેલા બંગલાને ધ્વસ્ત કર્યાના એક દિવસ બાદ આવી છે.
ટેલીગ્રાફે કહ્યું કે ભારતીય એજન્સીએ નીરવ મોદીના બેંક એકાઉન્ટને સીઝ કરી દીધા છે અને તેની ધરપકડ માટે ઇન્ટરપોલે રેડ કોર્નર નોટીસ જાહેર કરી છે. તેમછતાં તે લંડનમાં હીરાનો નવો બિઝનેસ શરૂ કરી દીધો છે. ટેલીગ્રાફે નીરવ મોદીનો એક વીડિયો પોસ્ટ કર્યો છે કે જેમાં તે દાઢી-મૂંછ અને ઓસ્ટ્રિચના ચામડાનું જેકેટ પહેરેલા જોવા મળી રહ્યા છે. જેકેટની કિંમત લગભગ 10,000 પાઉન્ડ બતાવવામાં આવી રહ્યું છે.
પત્રકારોએ નીરવ મોદી પાસેથી બ્રિટન સરકાર પાસે શરણ આપવાની અપીલ લગાવવા સહિત ઘણા સવાલ પૂછ્યા. તેના જવાબમાં તે ''સોરી'', ''નો કોમેન્ટ્સ'' કહીને ટાળી ગયો. એક સૂત્રએ સમાચાર પત્રને જણાવ્યું કે નીરવ મોદીને કાર્ય તથા પેંશન વિભાગે નેશનલ ઇંશોરેન્સ નંબર આપ્યો છે. જેનો અર્થ છે કે તે બ્રિટનમાં કાયદાકીય રીતે કામ કરી શકે છે અને બ્રિટનમાં બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે