ટ્રેનમાં મુસાફરી કરવા માંગતા લોકો માટે સારા સમાચાર, 80 સ્પેશિયલ ટ્રેનો પાટા પર દોડશે

ટ્રેનમાં મુસાફરી કરવા માંગતા લોકો માટે સારા સમાચાર, 80 સ્પેશિયલ ટ્રેનો પાટા પર દોડશે
  • જૂન મહિનાથી દેશભરમાં ધીમે ધીમે તમામ ટ્રેનોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું હ
  • 12 સપ્ટેમ્બરથી 40 ખાસ ટ્રેન ચલાવવાની યોજના ભારતીય રેલવે કરી રહ્યું છે

ઝી મીડિયા/બ્યૂરો :ટ્રેનમાં મુસાફરી કરવા માંગતો લોકો માટે સારા સમાચાર આવ્યા છે. આવતીકાલથી ચાલશે શતાબ્દી, હમસફર અને એસી સુપરફાસ્ટ સહિત ટ્રેન (train) ચાલુ થઈ જશે. તત્કાલ ટ્રેન બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. તમે રેલવે (indian railways) ના પીઆરએસ કાઉન્ટર અથવા IRCTCની આધિકારીક વેબસાઈટ કે એપ પરથી તત્કાલ ટિકિટ બુકિંગ કરાવી શકો છો. કુલ 80 ટ્રેન માટે તત્કાલ ટિકિટનું બુકિંગ શરૂ થઈ ગયું છે. 12 સપ્ટેમ્બરથી 40 ખાસ ટ્રેન ચલાવવાની યોજના ભારતીય રેલવે કરી રહ્યું છે. રેલવેએ આ સ્પેશિયલ ટ્રેનો ચલાવવા માટે કેટલીક ગાઈડલાઈન પર રાખી છે. તેના પાલન સાથે જ મુસાફરી કરી શકાશે. આ ટ્રેનમાં કન્ફર્મ ટીકિટ હશે તેવા લોકો જ મુસાફરી કરી શકશે. વેઈટિંગમાં ટિકિટ હોય તેવા લોકો સફર નહીં કરી શકે. શતાબ્દી ટ્રેનમાં માંગ કરવામાં આવશે, ત્યારે જ ભોજન મળશે. સાથે જ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું ફરજિયાત પાલન કરવાનું રહેશે.

કોરોનાનું સંક્રમણ વધતા માર્ચ મહિનામાં ટ્રેન બંધ કરવામાં આવી હતી. જે બાદ જૂન મહિનાથી દેશભરમાં ધીમે ધીમે તમામ ટ્રેનોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આગામી ફેસ્ટિવલ સીઝનને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા 12 સપ્ટેમ્બરના રોજ 40 નવી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવનાર છે. આ ટ્રેનોમાં સીટ રિઝર્વ કરવા માટે ગુરુવારથી બુકિંગ શરૂ થઈ ગયું છે. 

ગુરુવારથી આઈઆરસીટીસીની વેબસાઈટના માધ્યમથી રેલવેના રિઝર્વેશન કાઉન્ટર પર જઈને આ ટ્રેનમાં મુસાફરી કરવા ટિકીટ બુકિંગ કરાવી શકાય છે. નોર્ધન રેલવેના પ્રવક્તા દીપક કુમારના જણાવ્યા અનુસાર, જે 40 જોડી ટ્રેન શરૂ થવાની છે, તેમાંથી 12 એવી ટ્રેન હશે જે દિલ્હીના અલગ અલગ સ્ટેશનોથી ઉપડશે. અથવા તો અહી આવીને સમાપ્ત થશે.

4 જોડી ટ્રેન એવી છે, જે દિલ્હીથી થઈને પસાર થશે. જે 80 ટ્રેન દોડશે, તેમાંથી 32 ટ્રેન એવી છે, જેમાં મુસાફર દિલ્હીથી પોતાની મુસાફરી શરૂ કે ખત્મ કરી શકશે. જો નોર્ધન રેલવેની વાત કરીએ તો, કુલ 23 જોડી ટ્રેન નોર્ધન રેલવે અંતર્ગત ચાલશે. આ ઉપરાંત વંદેમાતરમ ભારત ટ્રેન દિલ્હીથી વારાણસી વચ્ચે ચાલશે. આ રીતે દિલ્હીથી આવનારા-જનારા મુસાફરોને નવી ટ્રેનોનું પરિચાલન શરૂ થવાથી ઘણો ફાયદો થશે. 

ઉલ્લેખનીય છે કે, લોકડાઉન બાદથી રેલવે 230 સ્પેશિયલ ટ્રેન ચલાવી રહ્યુ છે. જેમાંથી 30 રાજધાની ટ્રેન સામેલ છે. આ તમામ ટ્રેનોમાં રિઝર્વેશનના માધ્યમથી મુસાફરી કરી શકાય છે. હવે 40 જોડી નવી ટ્રેનો શરૂ થવાથી સ્પેશિયલ ટ્રેનોની સંખ્યા વધીને 250 થઈ ગઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news