પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું રૂપિયો ડાઉન થવાનું કારણ, જાણો શુ કહ્યું
ડોલરની સરખામણીએ રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર છે. ગુરૂવારે રૂપિયો 29 પૈસા ડાઉન થઇ 70.31ના સ્તર પર પહોચ્યો હતો. રૂપિયાના રેકોર્ડ બ્રેક ઘટાડાથી સરકાર ચિંતિત નથી
Trending Photos
નવી દિલ્હી: ડોલરની સરખાણીએ રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર પહોંચ્યો છે. ગુરૂવારે રૂપિયો 29 પૈસાના ઘટાડાથી 70.13ના સ્તર પર પહોચ્યો હતો. રૂપિયાના આ રેકોર્ડબ્રેક ઘટાડાથી સરકાર ચિંતિત નથી, સરકારનું માનવું છે, કે વિદેશી કારણોથી રૂપિયોમાં રેકોર્ડબ્રેક ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે આર.બી.આઇના પૂર્વ ગવર્નર રધુરામ રાજનને પણ રૂપિયાને લઇને નિવેદન આપ્યું છે. રઘુરામ રાજને એક ઇન્ટરવ્યુમાં રૂપિયો ડાઉન થવાના કારણોની ચર્ચા કરી અને કહ્યુ કે તેમાં કેવી રીતે સુધારો લાવી શકાય તેમ છે.
રઘુરામ રાજને જણાવ્યું રૂપિયો ડાઉન થવાનું કારણ
આર.બી.આઇના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં રૂપિયો ડાઉન થવાને લઇને નિવેદન આપ્યું હતું. રઘુરામ રાજને કહ્યું કે રૂપિયામાં આવેલો ઘટાડો ચિંતાનો વિષય નથી. તેમણે કહ્યું કે એમર્જીંગ માર્કેટ્સની હાલત 2013ની સરખામણીએ સારી કહી શકાય. એટલે રૂપિયો ડાઉન થવાથી કોઇ પણ પ્રકારનું નુકશાન નથી, ખરેખર તો ભારતમાં મોઘવારીનો દર દુનિયાની સરખામણીએ વધારે છે, એવામાં રૂપિયામાં થોડો ઘટાડો જોઇ શકાય છે. તેમણે વધુમાં કહ્યું કે, હાલત સુધારવા માટે રૂપિયામાં ઘટાડો આવવો જોઇએ.
તૂર્કી સંકટ પર બોલ્યા રધુરામ રાજન
રઘુરામ રાજને તૂર્કી સંકટ પર વાત કરતા કહ્યું કે, ખરાબ નીતીઓના કારણે તૂર્કીમાં આર્થિક સંકટમાં આવ્યું છે. માત્ર તૂર્કી જ નહીં બીજા પણ એવા કેટલાય દેશ છે, જેમની આર્થિક હાલત ગંભીર છે. તૂર્કીમાં કરંસી સંકટ વધવાનો પણ ડર છે. ડોલર સામે ઇન્ડેક્સની ઉંચાઇ અને અમેરિકાના નિર્ણયથી તૂર્કીમાં આ સમસ્યા ઉભી થઇ છે. ખરેખર તો, તૂર્કીના મેટલ ઇમ્પોર્ટ પર ડ્યુટી વધારીને અમેરિકાએ ડબલ કરી દીધી છે. જેના કારણે કરંસી માર્કેટમા મોટો ફેરફાર જોવા મળ્યો છે, અમેરિકા દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને કારણે તૂર્કીનું કરંસી રેટ 40 ટકા સુધી તૂટી છે. જ્યારે ડોલર ઇંન્ડેક્સ 14 મહિનાની ઉચાઇ પર છે.
કરંસી માર્કેટમાં હડકંપ
તૂર્કી અને યુરોપ સિવાય રૂપિયામાં આવેલા ઘટાડાથી કરંસી માર્કેટમાં હડકંપ મચી છે, આ જ કરાણ છે, કે મંગળવારે રૂપિયો 70.31ના સૌથી નીચા સ્તર પર પહોચ્યો હતો. પરંતુ, ભારતીય સરકારનું કહેવું છે, કે રૂપિયો વિદેશી કારણથી ડાઉન થયો છે એમાં કોઇ પણ ચિંતા કરવાની જરૂર નથી. આર્થિક બાબતોના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગએ કહ્યું કે, વિદેશી સંકટ આગળથી સામાન્ય થઇ જશે. અને તેનાથી રૂપિયાની સ્થિતીમાં સુધારો આવશે.
10ટકા સુધી રૂપિયો તૂટ્યો
વર્ષ 2018માં રૂપિયો અત્યાર સુધી 10 ટકાથી વધારે તૂટી ચૂક્યો છે. રૂપિયો આ વર્ષની શરૂઆતથી જ સતત ડાઉન જઇ રહ્યો છે. પરંતુ, ગત વર્ષે રૂપિયો ડોલરની સરખમણીએ 5.96 ટકા સુધી મજબુતી દેખાડી શક્યો હતો. આ મહિને ડોલરની સરખામણીએ રૂપિયો અત્યાર સુધીમાં 1.84 રૂપિયા સુધી તૂટી ચૂક્યો છે.
કેમ ડાઉન થઇ રહ્યો છે રૂપિયો
બજારના જાણકારો મુજબ તો અમેરિકા અને ચીનમાં ટ્રેડ વોરથી ઓઇલ ઇમ્પોર્ટર્સના વચ્ચે ડોલરની ડિમાન્ડ વધી છે, જેનાથી રૂપિયા પર દબાણ આવ્યું છે. આવતા મહિને અમેરિકામાં વ્યાજ દરો વધવાની પણ શક્યતાઓ છે. જેનાથી ડોલર સતત મજબૂત થઇ રહ્યા છે. યુરોપિયન કરંસીમાં પણ સ્લોડાઉન આવવાથી અન્ય કરંસીની સરખામણીએ ડોલરમાં મજબૂતી આવી રહી છે. અને આ જ કરાણે રૂપિયામાં ઘટાડો થઇ રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે