₹70 રૂપિયાના આઈપીઓ પર 50 રૂપિયાના નફાનો સંકેત! 24 જાન્યુઆરીએ ઓપન થશે IPO,જાણો વિગત
Fonebox Retail IPO: જો તમે કોઈ આઈપીઓમાં રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે કામના સમાચાર છે. આ સપ્તાહે વધુ એક આઈપીઓ રોકાણ માટે ઓપન થવા જઈ રહ્યો છે.
Trending Photos
Fonebox Retail IPO: જો તમે કોઈ આઈપીઓમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે કામના સમાચાર છે. આ સપ્તાહે વધુ એક આઈપીઓ રોકાણ માટે ઓપન થઈ રહ્યો છે. આ મલ્ટી-બ્રાન્ડ સ્માર્ટફોન રિટેલર ફોનબોક્સ રિટેલ લિમિટેડનો આઈપીઓ છે. આ એસએમઈ આઈપીઓ 24 જાન્યુઆરી, 2024ના સબ્સક્રિપ્શન માટે ખુલશે. ઈન્વેસ્ટર આ ઈશ્યૂમાં 29 જાન્યુઆરી 2024 સુધી બોલી લગાવી શકશે. કંપનીએ ઈશ્યૂ માટે પ્રાઇઝ બેન્ડ ₹66 - ₹70 પ્રતિ ઈક્વિટી શેર નક્કી કરી છે.
શું છે ડિટેલ
અરજી માટે લઘુત્તમ લોટ સાઈઝ 2,000 શેર છે, જેનો અર્થ છે કે રોકાણકારો ઓછામાં ઓછા 2,000 શેર અને તેના ગુણાંક માટે બિડ કરી શકે છે. ફોનબોક્સ રિટેલ IPO એ ક્વોલિફાઇડ સંસ્થાકીય ખરીદદારો (QIBs) માટે ઇશ્યૂમાં 50 ટકા શેર અનામત રાખ્યા છે. બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) માટે 15 ટકા અને છૂટક રોકાણકારો માટે 35 ટકા અનામત છે. ફોનબોક્સ IPO માટેની ફાળવણી મંગળવાર, 30 જાન્યુઆરી, 2024 ના રોજ ફાઇનલ થવાની ધારણા છે, જ્યારે રિફંડ પછી તે જ દિવસે શેર ફાળવણીના ડીમેટ ખાતામાં જમા કરવામાં આવશે. ફોનબુક IPO ને NSE SME પર લિસ્ટ કરવામાં આવશે. તેની સંભવિત લિસ્ટિંગ તારીખ ગુરુવાર, ફેબ્રુઆરી 1, 2024 માટે નક્કી કરવામાં આવી છે.
મનીષભાઈ ગિરીશભાઈ પટેલ, જિગર લલ્લૂભાઈ દેસાઈ, પાર્થ લલ્લૂભાઈ દેસાઈ, જિગ્નેશકુમાર દશરથલાલ પારેખ અને અમિતભાઈ ગોપાલભાઈ પટેલ કંપનીના પ્રમોટર છે. ફોનબોક્ રિટેલ વીવો, એપલ, સેમસંગ, ઓપ્પો, રિયલમી, નોકિયા, નાર્ઝો, રેડમી, મોટોરોલા, એલજી અને માઇક્રોમેક્સ જેવા નિર્માતાઓના સ્માર્ટફોન અને એક્સેસરીઝના રિટેલર છે. કંપની બે બ્રાન્ડ નામો Fonebook અને Fonebox હેઠળ કામ કરે છે.
શું ચાલી રહ્યો છે GMP?
ipowatch.in અનુસાર ફોનબોક્સ રિટેલ લિમિટેડનો આઈપીઓ ગ્રે માર્કેટમાં 50 રૂપિયા પર ઉપલબ્ધ છે. જીએમપી પ્રમાણે કંપનીના શેર 120 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. એટલે કે ઈન્વેસ્ટરોને પ્રથમ દિવસે 71 ટકાનો ફાયદો થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે