બ્રહ્મ મુહૂર્તમાં બોલો આ 3 ચમત્કારિક શ્લોક, સ્વર્ગ જેવું સુંદર જીવન બનશે

brahm muhurt puja : આપણા ધર્મમાં બ્રહ્મ મુહૂર્તનું મહત્વ હોય છે... કહેવાય છે કે આ સમયે કરાતા કામમાં બહુ મોટું ફળ મળે છે

બ્રહ્મ મુહૂર્તમાં બોલો આ 3 ચમત્કારિક શ્લોક, સ્વર્ગ જેવું સુંદર જીવન બનશે

Brahm Muhurt: આપણા ધર્મમાં બ્રહ્મ મુહુર્તનું અનેરુ મહત્વ છે. આપણે ત્યાં હંમેશા લોકો બ્રહ્મ મુહૂર્તની વાત કરે છે. કહેવાય છે કે, બ્રહ્મ મુહૂર્તનો સમય દિવસનો સૌથી સારો સમય કહેવાય છે. બ્રહ્મ મુહૂર્ત સવાર 4 વાગ્યાથી શરૂ કરીને 5.30 વાગ્યા વચ્ચેનો રહે છે. બ્રહ્મ મુહૂર્તમાં 3 વિશેષ શ્લોક વાંચવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. 

જ્યોતિષ વિદ્યામાં માનીએ તો, બ્રહ્મ મુહુર્તમાં ઉઠીને 3 વિશેષ શ્લોક બોલવાથી ન માત્ર દિવસ સારો જાય છે, પંરતુ જીવનમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે.  

સંસ્કૃત ભાષામં લખાયેલા શ્લોક સફળતા, બુદ્ધિ અને કલ્યાણનું માધ્યમ છે. સમૃદ્ધિનો માર્ગ કહેવાય છે. આ શ્લોક અન તેનો અર્થ તમને સરળ ભાષામાં સમજાવીશું. 

1. શ્લોક
समुद्रवसने देवी पर्वतस्थानमंडले ।
विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शं क्षमस्वमे ॥

હે ધરતી માતા, તમાપી પાસે વસ્ત્રના રૂપમાં સમુદ્ર છે, અને પર્વત તમારા પયોધર છે. હે ભગવાન વિષ્ણુની પત્ની, તમને નમસ્કાર, કૃપયા મારા ચરણો દ્વારા તમને થનારા સ્પર્શ માટે ક્ષમા કરો. 

2. શ્લોક
कराग्रे वसति लक्ष्मीः,कर मध्ये सरस्वती। करमूले तू ब्रह्मा, प्रभाते कर दर्शनम्।। 

હથેળીના સૌથી આગળવાળા ભાગમાં લક્ષ્મીજી, વચ્ચે સરસ્વતી અને મૂળ ભાગમાં બ્રહ્માજી નિવાસ કરે છે. તેથી સવારે બંને હથેળીઓના દર્શન કરો. 

3. શ્લોક
ब्रह्मा मुरारी त्रिपुरांतकारी 

હે બ્રહ્મા, હે વિષ્ણુ, હે શિવ તમારા ત્રણથી આ સૃષ્ટિ ચાલે છે. હે ત્રણેય લોકના સ્વામી તમે સૂર્ય, ચંદ્રમા, ભૂમિ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ તમામ ગ્રહોને શાંત રાખો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news