Banking System: SBI, HDFC અને ICICI બેન્કોના ગ્રાહકો માટે ખુશખબર, નાણામંત્રીએ કરી મોટી જાહેરાત

Banking System: જો તમે આઈસીઆઈસીઆઈ, એચડીએફસી બેન્કના ગ્રાહક છો તો આ સમાચાર વાંચી તમારૂ દિલ ખુશ થઈ જશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બેન્કિંગ સિસ્ટમ વિશે નિવેદન આપ્યું છે. 

Banking System: SBI, HDFC અને ICICI બેન્કોના ગ્રાહકો માટે ખુશખબર, નાણામંત્રીએ કરી મોટી જાહેરાત

નવી દિલ્હીઃ બેન્ક ગ્રાહકો માટે સારા સમાચાર છે. જો તમે પણ કોઈ બેન્કમાંથી લોન લેવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો તમારા માટે લોન લેવી વધુ સરળ થઈ શકે છે. હકીકતમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બેન્કિંગ સિસ્ટમ વિશે જરૂરી નિવેદન આપ્યું છે. નાણામંત્રીએ બેન્કોને તે આદેશ આપ્યો કે તે ગ્રાહકોની જરૂરીયાત પ્રમાણે બેન્કિંગ સિસ્ટમને સરળ બનાવે. નાણામંત્રી સીતારમણનું કહેવું છે કે બેન્કોએ ગ્રાહકોની સુવિધાઓ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે જેથી લોન લેવા માટે તેની પ્રક્રિયા સરળ બની શકે. તેનાથી વધુમાં વધુ લોકો બેન્ક સાથે જોડાઈ શકે. 

નાણામંત્રીએ આપ્યું સૂચન
નાણામંત્રીએ તે સલાહ આપી કે લોન લેવાના માપદંડોને તંદુરસ્ત બનાવવા જોઈએ, જેથી સામાન્ય લોકો માટે બેન્કિંગ સાથે જોડાયેલા કામ સરળ બની શકે. હકીકતમાં થોડા દિવસ પહેલા ઉદ્યોગ પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં નાણામંત્રીએ આ સલાહ આપી હતી. તેમાં નાણામંત્રીએ બેન્કોને આ સૂચનનો અમલ કરવાની વાત કહી હતી. નાણામંત્રીના આ સૂચન પર અમલ કરવાથી એસબીઆઈ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ સહિત તમામ બેન્કોના ગ્રાહકોને ફાયદો મળશે. એસબીઆઈના ચેરમેન દિનેશ કુમાર ખારાએ જણાવ્યુ કે સ્ટાર્ટઅપની ચિંતા વધુ ઇક્વિટીને લઈને છે. બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ વિષયો પર વાત કરવામાં આવી હતી. 

ગ્રાહકોની સુવિધાનું રાખો ધ્યાન
નાણામંત્રીએ કહ્યું- બેન્કોએ વધુમાં વધુ ગ્રાહક અનુકૂળ બનવાની જરૂર છે. પરંતુ નાણામંત્રીએ તે પણ કહ્યું કે તે પ્રતિકૂળ જોખમ લેવાની મર્યાદા સુધી ન હોય. તે તમારે લેવાની જરૂર નથી. પરંતુ તમારે ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખી અને વધુ અનુકૂળ થવાની જરૂર છે. નાણામંત્રીના આ સૂચન પર એસબીઆઈના ચેરમેન દિનેશ કુમાર ખારાએ જણાવ્યુ કે ગ્રાહકોની સુવિધા માટે બેન્કમાં ડિજિટલીકરણની પ્રક્રિયા વધી રહી છે. તેનાથી ગ્રાહકોને બેન્કિંગ સાથે જોડાયેલી સમસ્યાથી રાહત મળશે. નાણામંત્રીની આ જાહેરાત બાદ બેન્કોમાં સુધાર પણ જોવા મળ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news