આજથી Fastag દ્વારા ટોલ ટેક્સ ફરજિયાત, નહીં લગાવો તો શું? ક્યાંથી મળે? વિગતો જાણવા કરો ક્લિક

કેન્દ્ર સરકારે 15 જાન્યુઆરીથી ફાસ્ટેગ (Fastag) દ્વારા ટોલ ટેક્સ ફરજિયાત કર્યો છે. અગાઉ 15 ડિસેમ્બરથી ફાસ્ટેગ ફરજિયાત કરાયો હતો પરંતુ એક મહિનો મુદ્દત વધારી હતી. 

આજથી Fastag દ્વારા ટોલ ટેક્સ ફરજિયાત, નહીં લગાવો તો શું? ક્યાંથી મળે? વિગતો જાણવા કરો ક્લિક

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે 15 જાન્યુઆરીથી ફાસ્ટેગ (Fastag) દ્વારા ટોલ ટેક્સ ફરજિયાત કર્યો છે. અગાઉ 15 ડિસેમ્બરથી ફાસ્ટેગ ફરજિયાત કરાયો હતો પરંતુ એક મહિનો મુદ્દત વધારી હતી. અગાઉ ટોલ પર ફાસ્ટેગનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. હવે નિયમ પ્રમાણે આજથી કોઈ વ્યક્તિ પોતાની કારમાં આ ફાસ્ટેગ નહીં લગાવે તો તેણે ડબલ ટોલ ચૂકવવો પડશે. આજથી ટોલ ટેક્સ માટે ફાસ્ટેગ અમલી બનતા અમદાવાદ અને વડોદરા એક્સપ્રેસ વે પર તેમજ અનેક ટોલબુથો પર વાહનોની કતાર લાગી હતી. 

ફાસ્ટેગનું મહત્વ
ફાસ્ટેગ ભારતમાં ઓનલાઇન વ્યવહારને  પ્રોત્સાહન આપવા માટે જ શરૂ કરાયું હતું. ફાસ્ટેગને કારની સાઇડવિન્ડો પર ચોંટાડવામાં આવે છે. વાહન ત્યાંથી પસાર થાય ત્યારે ટોલબુથ પર લાગેલા કેમેરામાં એ કેદ થઇને સ્કેન થઇ જાય છે. આ પછી ટોલટેક્સ હોય તેટલી રકમ વાહનધારકમાં ખાતામાંથી કપાઇ જાય છે. જુજ સેંકડમાં જ આ પ્રક્રિયા પુરી થઇ જાય છે. ફાસ્ટેગને પણ રિચાર્જ કરી શકાય છે. દેશની અલગ અલગ  બેન્કો અને ઇન્ડિયન હાઇવે મેનેજમેન્ટ કંપની અથવા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 28500 વેચાણ કેન્દ્રો દ્વારા ફાસ્ટેગનું વેચાણ કરાય છે. ફાસ્ટેગ વેલિડીટી પાંચ વર્ષ સુધીની હોય છે. એક વાર ફાસ્ટેગ ખરીદ્યા બાદ તેને રિચાર્જ કરાવવાનું હોય છે અથવા તમે ટોપ-અપ પણ કરાવી શકો છો. ફાસ્ટેગ માટે રૂા. 200ની ફી એકવાર ચૂકવવાની રહે છે. વાહનના પ્રકારના આધારે રિફન્ડેબલ સિક્યોરિટી ડિપોઝીટ નક્કી થાય છે.

ફાસ્ટેગ ખરીદવા જોઈતા દસ્તાવેજ
ફાસ્ટેગ માટેની અરજીની સાથે વાહનનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ ( RC ), વાહનના માલિકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો તેમજ વાહનના માલિકની કેટેગરી મુજબ કેવાયસી ( KYC ) ડોક્યુમેન્ટ જોઈએ છે. આના માટે એક ફોટો આઈડી અને સરનામાના પુરાવો અને એક પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ ફરજિયાત છે. આ સિવાય ડ્રાઈવિંગ લાયસન્સ અથવા પાનકાર્ડ, પાસપોર્ટ, મતદાર આઈડી કાર્ડ, આધાર કાર્ડ જરૂરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news