ખુશખબરી! EPFO નો મોટો નિર્ણય, હવે નોકરી બદલશો તો પણ ટ્રાંસફર કરવું નહી પડે PF એકાઉન્ટ
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બોર્ડ બેઠકમાં શનિવારે મોટો નિર્ણય કર્યો છે. બેઠકમાં નિર્ણય થયો છે કે પ્રોવિડેંટ ફંડ (PF) એકાઉન્ટના સેંટ્રલાઇઝ IT સિસ્ટમને મંજૂરી આપવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બોર્ડ બેઠકમાં શનિવારે મોટો નિર્ણય કર્યો છે. બેઠકમાં નિર્ણય થયો છે કે પ્રોવિડેંટ ફંડ (PF) એકાઉન્ટના સેંટ્રલાઇઝ IT સિસ્ટમને મંજૂરી આપવામાં આવશે. તેનો અર્થ એ છે કે જો કોઇ કર્મચારી નોકરી બદલે છે અથવા તો એક કંપનીમાંથી બીજી કંપની જોઇન કરે છે તો પીએફ એકાઉન્ટ ટ્રાંસફર કરવાની ઝંઝટ રહેશે નહી. આ કામ આપમેળે થઇ જશે.
PF એકાઉન્ટ ટ્રાંસફર કરવાની ઝંઝટ ખતમ
સેંટ્રલાઇઝ સિસ્ટમની મદદથી કર્મચારીનું એકાઉન્ટ મર્જ થશે. અત્યાર સુધી નિયમ છે કે જ્યારે કોઇ કર્મચારી એક કંપની છોડીને બીજી કંપનીમાં જાય છે તો તે પીએફના પૈસા નિકાળી લે છે અથવા તો પછી બીજી કંપનીમાં ટ્રાંસફર કરે છે. અત્યાર સુધી ટ્રાંસફર કરવા માટે આ કામ જાતે કરવું પડતું હતું. સેંટ્રલાઇઝ સિસ્ટમ પીએફના ખાતાધારકો ઉપરાંત અલગ-અલગ એકાઉન્ટસને મર્જ કરીને એક એકાઉન્ટ બનાવશે.
EPFO ની બેઠકમાં મોટો નિર્ણય
આ ઉપરાંત કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના કેંદ્રીય બોર્ડે બેઠકમાં નક્કી કર્યું કે ઇપીએફઓએ વાર્ષિક ડિપોઝિટના 5 ટકા ભાગ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટેમેંટ્સ જેમાં ઇંફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેંટ ટ્રસ્ટ InvITs પણ સામેલ છે, તેમાં 5 ટકા રકમ રોકાણ કરવામાં આવશે. શનિવારે થનાર આ બેઠકની ઘણા દિવસોથી રાહ જોવાઇ રહી હતી કારણ કે તેમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં હોય છે. ન્યૂનતમ પેંશનની રકમ વધારવા અને પીએફના વ્યાજ દર પર પણ ચર્ચા થવાની છે. આ દરમિયાન અલ્ટરનેટિવ ફંડ્સમાં રોકાણ વધારવા પર નિર્ણય લેવામાં આવ્યો છે. ઇપીએફએફના સેંટ્રલ બોર્ડે તેની પરવાનગી આપી છે.
શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ સુનિલ ભરથવાલે કહ્યું કે 'બોર્ડે આગળ વધવા માટે (અલ્ટરનેટિવ ફંડમાં રોકાણને) લીલી ઝંડી આપવામાં આવશે. હાલ ફક્ત સરકાર સમર્થિત અલ્ટરનેટિવ ફંડ પર જ ફોકસ કરવામાં આવશે. તેમાં પબ્લિક સેક્ટરના ફંડ જેમ કે InvITs આવે છે. તેનાથી EPFO ને ઇન્વેસ્ટમેંટ વિવિધતા આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે