19 જાન્યુઆરીથી ઓપન થઈ રહ્યો છે વધુ એક IPO, દાવ લગાવવા રહો તૈયાર, જાણો વિગત

IPO alert: ઈપેક ડ્યૂરેબલ આઈપીઓ 19 જાન્યુઆરીએ ઓપન થશે. ઈન્વેસ્ટર આ આઈપીઓમાં 23 જાન્યુઆરી સુધી દાવ લગાવી શકશે. જ્યારે એન્કર ઈન્વેસ્ટરો માટે ઈશ્યૂ 18 જાન્યુઆરીએ ઓપન થશે. 
 

19 જાન્યુઆરીથી ઓપન થઈ રહ્યો છે વધુ એક IPO, દાવ લગાવવા રહો તૈયાર, જાણો વિગત

EPACK Durable IPO: ઈપેક ડ્યૂરેબલ લિમિટેડનો આઈપીઓ 19 જાન્યુઆરીએ ઓપનથશે. ઈન્વેસ્ટર આ આઈપીઓ પર 23 જાન્યુઆરી સુધી દાવ લગાવી શકશે. કંપનીનો આઈપીઓ એન્કર ઈન્વેસ્ટરો માટે 18 જાન્યુઆરીએ ખુલશે. નોંધનીય છે કે ઈપેક ડ્યૂરેબલ લિમિટેડે આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 218 રૂપિયા પ્રતિ શેરથી 230 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે.

65 શેરનો એક લોટ
ઈપેક ડ્યૂરેબલ લિમિટેડ આઈપીઓની લોટ સાઇઝ 65 શેરની બનાવવામાં આવી છે. એક રિટેલ ઈન્વેસ્ટરે ઓછામાં ઓછા 14950 રૂપિયાનો દાવ લગાવવો પડશે. તો કોઈ રિટેલ ઈન્વેસ્ટર વધુમાં વધુ 13 લોટ પર દાવ લગાવી શકે છે. શેરનું એલોટમેન્ટ 24 જાન્યુઆરીએ થશે જ્યારે કંપની શેર બજારમાં 29 જાન્યુઆરીએ લિસ્ટ થઈ શકે છે. 

400 કરોડ રૂપિયાના નવા ઈક્વિટી શેર જારી કરવામાં આવશે
ઈપેક ડ્યૂરેબલ લિમિટેડના આઈપીઓનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ બંને જગ્યાએ થશે. નોંધનીય છે કે આઈપીઓમાં 400 કરોડ રૂપિયાના નવા ઈક્વિટી શેર અને 1.3 કરોડ ઈક્વિટી શેર ઓફર ફોર સેલ હેઠળ સામેલ છે. 

આઈપીઓનો 50 ટકા ભાગ ક્વોલીફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ માટે, રિટેલ ઈન્વેસ્ટરો માટે 35 ટકા ભાગ રિઝર્વ રાખવામાં આવ્યો છે. 

પ્રમોટર્સ પાસે કેટલો ભાગ?
વર્તમાન સમયમાં કંપનીના પ્રમોટર્સની કુલ ભાગીદારી 85.49 ટકા છે. તો આઈપીઓ બાદ તે ભાગીદારી ઘટી 65.36 ટકા થઈ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news