#IndiaKaDNA: 'બધાને ઘર'નું સપનું થશે સાકાર, 2019માં ટાર્ગેટ પુરો કરવાનો સરકારનો ઇરાદો

મોદી સરકારે જનતાને મોટો વાયદો કર્યો છે

#IndiaKaDNA: 'બધાને ઘર'નું સપનું થશે સાકાર, 2019માં ટાર્ગેટ પુરો કરવાનો સરકારનો ઇરાદો

નવી દિલ્હી : દરેક વ્યક્તિનું ઘરનું સપનું બહુ જલ્દી સાકાર થશે. મોદી સરકારને ભરોસો છે કે એ 2022એ બધાને ઘર ઉપલબ્ધ કરાવશે. આવાસ અને શહેરી મામલાના રાજ્યમંત્રી હરદીપ સિંહ પુરીએ #IndiaKaDNA કોન્કલેવમાં કહ્યું છે કે અફોર્ડેબલ હાઉસિંગની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનાને ચાર હિસ્સાઓમાં વહેંચવામાં આવી છે. જેમાં આર્થિક રીતે નબળા (EWS), ઓછી આવકવાળા લોકો (LIG) અને મધ્યમ આવકવાળા ગ્રૂપ (MIG1) અને (MIG2) શામેલ છે. 

— Zee Business (@ZeeBusiness) June 20, 2018

સરકારને ભરોસો છે કે 2022 સુધી બધાના ઘરનું સપનું સાકાર થશે અને દરેક ભારતીયના માથા પર છાપરું હશે. હરદીપ સિંહ પુરીએ આપેલી માહિતી પ્રમાણે 31 મે સુધી 47.5 લાખ ઘરોને મંજૂરી આપી દેવામાં આવી છે. દર મહિને 3-5 લાખ ઘરોને મંજૂરી આપવામાં આવી રહી છે. આ ગણતરી પ્રમાણે  2019ના ત્રીજા ત્રિમાસિક તબક્કા દરમિયાન લક્ષ્ય પુરુ કરવાની આશા છે. 

અફોર્ડેબલ હાઉસિંગ અંતર્ગત સરકારનું લક્ષ્ય 2022 સુધી બધાને ઘર આપવા્નું છે. 2014માં પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાઅંતર્ગત 2022 સુધી દરેકને ઘર આપવાની જાહેરાત કરી હતી. 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજનાને લોન્ચ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં 1 કરોડથી વધારે ઘર બનાવવાની યોજના છે અને આ યોજનમાં જમીન સરકાર તરફથી આપવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news