ટાટાની કારો પર 1.5 લાખ સુધીની છૂટ, જાણો કઈ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ

ફેસ્ટિવ સિઝનનો લાભ લેવા માટે કાર ઉત્પાદન કંપનીઓ આ દિવસોમાં ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. ટાટાની કારો પર મળી રહેલી છૂટ ટિયાગોથી લઈને હેરિયર સુધી ઉપલબ્ધ છે. 

ટાટાની કારો પર 1.5 લાખ સુધીની છૂટ, જાણો કઈ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ

નવી દિલ્હીઃ ફેસ્ટિવલ સિઝન દરમિયાન કારોની માગમાં વધારો થાય છે. કાર ઉત્પાદન કંપનઓ આ તકનો લાભ લેવા માગે છે. તહેવારની સિઝનને જોતા મારુતિ સુઝુકી, હ્યુંન્ડાઇ, ટોયોટા અને હોન્ડા જેવી મુખ્ય કંપનીઓ કારો પર આ દિવસોમાં મોટુ ડિસ્કાઉન્ટ આપી રહી છે. હવે ટાટા મોટર્સે પણ પોતાની કારો પર 1.5 લાખ રૂપિયા સુધીની છૂટ આપવાની જાહેરાત કરી છે. 

'ફેસ્ટિવલ ઓફ કાર્સ' ઓફર હેઠળ ટાટા મોટર્સની ટિયાગો અને ટિયાગો એનઆરજી પર 70 હજાર સુધી, નેક્સોન એસયૂવી પર 85 હજાર સુધી અને ટિગોર કાર પર 1.15 લાખ રૂપિયા સુધીની છૂટ મળી રહી છે. આ સિવાય કંપનીની પોપ્યુલર એસયૂવી હેરિયર પર 50 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ છે. હેક્સા એસયૂવી પર સૌથી વધુ 1.50 લાખ સુધીની છૂટ મળી રહી છે. 

ફેસ્ટિવ સિઝનની શરૂઆત અમારા માટે ખાસ
ડિસ્કાઉન્ટની જાહેરાત કરતા ટાટા મોટર્સના પેસેન્જર વ્હીકલ્સ બિઝનેસ યૂનિટના વાઇસ પ્રેસિડેન્ટ (માર્કેટિંગ એન્ડ કસ્ટમર્સ સેલ્સ) એસએન બર્મને કહ્યું, 'ફેસ્ટિવ સિઝનની શરૂઆત અમારા માટે ખાસ સમય હોય છે, કારણ કે અમે અમારા ગ્રાહકોને વિભિન્ન ઓફર અને લાભ આપીને તેની ઉજવણીનો ભાગ બનીએ છીએ. પાછલા વર્ષની તુલનામાં આ વર્ષે અમારી ઓફર મોટી, સારી અને ઇન્ડસ્ટ્રીઝમાં અત્યાર સુધીની સૌથી બેસ્ટ છે.'

100 ટકા ફાઇનાન્સનો વિકલ્પ
કેશ ડિસ્કાઉન્ટ સિવાય ટાટા મોટર્સ એક્સચેન્જ બોનસ અને સરકારી તથા કોર્પોરેટ કર્મચારીઓને ખાસ ઓફર આપી રહી છે. આ સિવાય કંપનીએ ગ્રાહકોને 100 ટકા ફાઇનાન્સનો વિકલ્પ આપવા માટે બેન્ક સાથએ સમજૂતી પણ કરી છે, જેથી રોકડની સમસ્યાને દૂર કરી શકાય. ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં મંદીનું મુખ્ય કારણ રોકડની કમી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news