Good News! આ 16 બેંકના ગ્રાહકો માટે મોટા ખુશખબર, મળશે પાંચ લાખ રૂપિયા!, જાણો કેવી રીતે
16 સંકટગ્રસ્ત સહકારી બેંકો (કાનપુર સ્થિત પિપલ્સ કોઓપરેટિવ બેંક સહિત)ના ગ્રાહકોને દરેકને 5 લાખ રૂપિયા સુધીની રકમ મળી શકશે. જાણો કઈ રીતે.
Trending Photos
નવી દિલ્હી: 16 સંકટગ્રસ્ત સહકારી બેંકો (કાનપુર સ્થિત પિપલ્સ કોઓપરેટિવ બેંક સહિત)ના ગ્રાહકોને આજે દરેકને 5 લાખ રૂપિયા સુધીની રકમ મળશે. આ રકમ જમા વીમા કવર યોજના હેઠળ આપવામાં આવશે. ભારતીય રિઝર્વ બેંકની સહાયક કંપની ડિપોઝિટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) આ રકમને એક નવા નિયમ હેઠળ જારી કરશે. DICGC એ આ પહેલા 21 બેંકોની સૂચિ તૈયાર કરી હતી. પરંતુ પાંચ બેંકોને સૂચિમાંથી બહાર કરી દેવાઈ હતી. જેમાં પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક (PMC) પણ સામેલ છે. તેમના ગ્રાહકોને 5 લાખ રૂપિયાનું જમા વીમા કવર મળશે નહીં.
અત્રે જણાવવાનું કે આ પાંચેય બેંકો કે જેમના ગ્રાહકોને આ લાભ નહીં મળે તે કાં તો વિલયની સ્થિતિમાં છે અથવા તો મોરેટોરિયમથી બહાર આવી ગઈ છે. આથી આ બેંકોના ગ્રાહકોને 5 લાખ રૂપિયાનો લાભ મળશે નહીં. ઓગસ્ટમાં સંસદે DICGC (સંશોધન) બિલ, 2021 પાસ કર્યું હતું. તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો હતો કે RBI દ્વારા બેંકો પર સ્થગન લાગૂ કર્યાના 90 દિવસની અંદર ખાતાધારકોને 5 લાખ રૂપિયા મળે. અધિનિયમ બાદ, સરકારે 1 સપ્ટેમ્બર 2021ના રોજ તે તારીખ તરીકે નોટિફાઈડ કરી છે જે દિવસથી અધિનિયમની જોગવાઈઓ લાગૂ થશે. અધિસૂચિત તારીખથી અનિવાર્ય 90 દિવસ 29 નવેમ્બર 2021ના રોજ પૂરા થઈ રહ્યા છે. જે મુજબ 29 નવેમ્બરના અંત સુધીમાં ખાતાધારકોના ખાતામાં પાંચ લાખ રૂપિયા સુધીની રકમ આવી જશે.
DICGC તરફી બહાર પાડવામાં આવેલી એક નોટિસ મુજબ આ બેંકોના જે ડિપોઝીટર્સે હજુ સુધી પોતાનો દાવો કર્યો નથી તેઓ પોતાની સંબંધિત બેંકોનો સંપર્ક કરી શકે છે. તેમણે કહ્યું કે જમાકર્તાઓની ઓળખ માટે અધિકૃત રીતે કાયદેસર દસ્તાવેજ અને તેમના ખાતામાં જમા રકમ પ્રાપ્ત કરવા માટે લેખિત સહમતિ આપવી પડશે. જે વધુમાં વધુ પાંચ લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. ગ્રાહકોએ પોતાના એક અલગ બેંક ખાતાની પણ જાણકારી આપવી પડશે જેમાં પૈસા મોકલી શકાય. DICGC ના જણાવ્યા મુજબ કાયદેસર દસ્તાવેજ જમા કરનારા જમાકર્તાઓને આધાર કાર્ડ સાથે જોડાયેલા બીજા બેંક ખાતામાં રકમ મોકલવામાં આવશે.
આ બેંકોના ખાતાધારકોને મળશે પાંચ લાખ રૂપિયા
અદૂર કોઓપરેટિવ અર્બન બેંક- કેરળ, સિટી કોઓપરેટિવ બેંક- મહારાષ્ટ્ર, કપોલ કો-ઓપરેટિવ બેંક- મહારાષ્ટ્ર, મરાઠા શંકર બેંક, મુંબઈ-મહારાષ્ટ્ર, મિલાત કો-ઓપરેટિવ બેંક- કર્ણાટક, પદ્મશ્રી ડૉ.વિઠ્ઠલરાવ વિખે પાટિલ- મહારાષ્ટ્ર, પીપલ્સ બેંક લિમિટેડ- રાજસ્થાન, શ્રી ગુરુરાઘવેન્દ્ર સહકારી બેંક રેગ્યુલર-કર્ણાટક, મુઘોઈ કો-ઓપરેટિવ બેંક-કર્ણાટક, માતા અર્બન કોઓપરેટિવ બેંક- મહારાષ્ટ્ર, સરજેરોદાદા નાસિક શિરાલા કોઓપરેટિવ બેંક- મહારાષ્ટ્ર, ઈન્ડિપેન્ડન્સ કો ઓપરેટિવ બેંક નાસિક મહારાષ્ટ્ર, ડેક્કન અર્બન કો ઓપરેટિવ બેંક, વિજયપુર-કર્ણાટક, અને પ્લેનેટ કો-ઓપરેટિવ બેંક, ગુના મધ્ય પ્રદેશ જેવી બેંકો સૂચિમાં સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે